Saturday, January 11, 2025
HomeGujaratરણમાં ફસાયેલા દસ લોકોના પરિવારને અગરિયા યુવાનોએ દેવદૂત બનીને બચાવ્યા: સદ નસીબે...

રણમાં ફસાયેલા દસ લોકોના પરિવારને અગરિયા યુવાનોએ દેવદૂત બનીને બચાવ્યા: સદ નસીબે મોબાઈલ નેટવર્ક આવતું હોવાથી બચી ગયા

રણમાં વાછડાદાદા રણમાં દર્શન કરવા ગાડી લઈને ગયેલા ફસાયેલી ચાર મહિલાઓ, બાળકો સહીત દસ લોકોના પરિવારને અગરિયા યુવાનો દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા.જેમાં ઈન્ટરનેટ પણ સહભાગી થયું હતું.

- Advertisement -
- Advertisement -

રણમાં વાછરડા દાદા ની માનતા પૂરી કરવા માટે ગયેલ ચાર મહિલાઓ અને બાળકો સહિત દસ લોકોનો પરિવાર રવિવારે સાંજે રણમાં થોડા કિમી દૂર ગયા હતા જે સમયે વરસાદ ચાલુ થઈ ગયો હતો તેમજ આટલું ઓછું હોય તેમ એમની ગાડીમાં પણ ખાના ખરાબી સર્જાતા પરિવારનો જીવ અધ્ધર થઈ ગયો હતો.અને વેરાનરણમાં મોતના દર્શન થયા હતા. જોકે સદ નસીબે મોબાઇલમાં નેટવર્ક આવતું હોવાથી આ પરિવારે ગુગલ સર્ચ કરી ને વાછડાદાદા ની જગ્યાના પ્રમુખ લક્ષમણભાઇનો નંબર શોધીને ફોન કરતા એમણે મદદ માટે આશ્વાસન આપ્યું હતું. બાદમાં નિમકનગરના કુડેચા અશ્વિનભાઈ ચંદુભાઈ અને છનુરા મનીષભાઈ તથા કુડેચા સિંધાભાઈ અને સુખદેવ ઝેઝરીયાએ મળીને ટ્રેક્ટર સાથે રણમાં પહોચીને ફસાયેલા પરિવારને તાત્કાલિક બચાવી લીધો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!