હળવદના ટિકરના રણમાં કાળી મજૂરી કરતા અગરિયાઓએ યોગ્ય ભાવ મેળવવા માટે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે સાથે જ ધ્રાંગધ્રા ની સ્થાનિક કમ્પની પર પણ આક્ષેપો કરી તંત્ર પાસે મદદની ગુહાર લગાવી છે.
વિશ્વ ભરમાં લોકોમાં સ્વાદમાં વધારો કરતા એવા મીઠું લોકોને સહેલાઈથી મળી રહે છે પરન્તુ એ મીઠા બનાવવા પાછળ અનેક શ્રમિકોની કાળી મજૂરી પણ હોય છે જેમાં મહિલાઓ અને વૃદ્ધ પણ હોય છે ત્યારે આજે હળવદના ટિકરના રણમાં અગરીયાઓ ઉપવાસ પર ઉતરી અને મીઠા જ નહીં અનાજનો પણ ત્યાગ કરી ન્યાય માટે તંત્ર પાસે ગુહાર લગાવી છે ધોમ ધખતા તાપમાં શિયાળો ઉનાળો કે ચોમાસુ બફાહી ઋતુઓમાં 17 કલાકથી વધુ મહેનત અને કાળી મજૂરી કરતા અગરીયાઓ મીઠાના યોગ્ય ભાવ મળી રહે એ માટે આજે ઉપવાસ આંદોલન મીઠાના અગરમાં જ શરૂ કર્યું છે હળવળથી 35 કિમિ અંદર ટિકરના નાના રણમાં ઉપવાસ પર બેઠેલા અગરીયાઓ એ ધ્રાંગધ્રા ની ખાનગી કંપનીની કનડગતથી થાકીને ઉપવાસ પર બેઠા હોવાનું જણાવ્યું છે.
અગરિયાઓએ જણાવ્યું છે કે હાલ મીઠાના બજાર ભાવ કરતા 50% ભાવમા જ કંપની મીઠુ આપવા અગરીયાને ખાનગી કંપની દબાણ કરી રહી છે જેમાંહાલ મીઠાના બજાર ભાવ 340 ચાલી રહ્યા છે ત્યારે DCW ખાનગી કંપની 170 રુપિયામા જ આપવા દબાણ કરી રહ્યા હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે સાથે જ રણની જમીન અમારી છે તેવો દકવ કંપની દાવો કરી રહી અગરીયાઓ યેન ક્યેન પ્રકારે હેરાન કરવામાં આવી રહ્યા છે જો અગરિયાઓ અન્ય વેપારીને મીઠુ આપેતો કંપની તેને પણ ખરીદવાની ના પાડી દે છે ત્યારે આજે આ ખાનગી કંપની ન તો મીઠું ખરીદે છે અને ન તો એ મીઠાને વહેંચવા દે છે જે તાનાશાહી સામે આજે બપોરથી અગરીયા ન્યાય મેળવવા અને પુરા ભાવ માટે ટિકરના રણમાં ઉપવાસ પર બેઠા છે જો કે ટિકરના રણમાં ઉપવાસ પર બેઠેલા આ અગરિયાઓનો અવાજ કોઈ તંત્ર સાંભળશે કે પછી રેતીના વંટોળમાં જ ગુમ થઈ જશે એકહેવું મુશ્કેલ છે હાલ અગરીયાઓ પોતાના પરિવાર સાથે યોગ્ય વળતરની માંગ સાથે ઉપવાસ પર બેઠા છે ત્યારે તંત્ર પણ આ કાળી મજૂરી કરી જીવના જોખમેં મજૂરી કરતા અગરીયાઓ ને ન્યાય અપાવે એ અત્યંત જરૂરી અને અનિવાર્ય છે.