Saturday, November 23, 2024
HomeGujaratઆમરણ ચોવીસીના અતિવૃષ્ટિગ્રસ્ત ગામોની મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરતા કૃષિ મંત્રી રાઘવજી...

આમરણ ચોવીસીના અતિવૃષ્ટિગ્રસ્ત ગામોની મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલ

કૃષિ મંત્રી રાઘવજી પટેલે ગત રવિવારે આમરણ ચોવીસી વિસ્તારના અતિવૃષ્ટિગ્રસ્ત ગામોની મુલાકાત લઈ ત્યાંની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.

- Advertisement -
- Advertisement -

વર્ષાઋતુ સંદર્ભે હાલ મેઘરાજાએ ગુજરાત પર ખૂબ મહેર કરી છે. ઘણા વિસ્તારોમાં ભારે/અનરાધાર વરસાદના પગલે કૃષિમાં પણ નુકશાન થયું છે. જે અન્વયે કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન કેબિનેટમંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના ભીમકટા, માણામોરા, કોઠારીયા, દુધઈ તેમજ મોરબીના આમરણ, બેલા(આ), ઉટબેટ સામપર, ફડસર, ઝીંઝોડા, રાજપર, નવા ખારચીયા તેમજ રામનગર ગામની મુલાકાત લીધી હતી.

આ તકે કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે, કોઈ પણ કુદરતી આપત્તિ સમયે સરકાર હંમેશા ખેડૂતોના પડખે ઊભી છે. વધુમાં કૃષિ મંત્રીએ ત્યાંની પરિસ્થિતીની સમીક્ષા કરી ખેડૂતો સાથે વાર્તાલાપ પણ કર્યો હતો.

આ તકે કૃષિમંત્રી સાથે જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઇ ચનિયારા, મોરબી જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન જયંતિભાઈ પડસુંબીયા, અગ્રણી દુર્લભજીભાઈ દેથરિયા, મોરબી ખેતીવાડી અધિકારી ડૉ. વિક્રમસિંહ ચૌહાણ તથા સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!