ડ્રગ્સનું દૂષણ સમગ્ર દેશમાં-પ્રસરી ચુક્યું છે. યુવા પેઢીને ડ્રગ્સના રવાડે ચઢાવી દેશને ખોખલો કરવાની નિતિ સામે સક્ષમ પોલીસ અધિકારીઓ આજે પણ લડી રહ્યાં છે.ત્યારે ગુજરાતમાં ડ્રગ્સ કવીન તરીકે પ્રખ્યાત ઝરીના ખાન આજે હયાત નથી પણ તેનો દીકરો વર્ષ ૨૦૨૦માં ડ્રગ્સના ગુનામાં ઝડપાયો હતો અને પોલીસ ઇન્સ્પેક્ટર હરિત વ્યાસની મહેનત રંગ લાવી છે.જેમાં પોલીસે તલસ્પર્શી તપાસ કરી જબૂત પુરાવા કોર્ટમાં પુરવાર કરતા NDPS કોર્ટે ઝરીનાખાનના પુત્ર શાહનવાઝ ઉર્ફે શાનુને ૧૨ વર્ષની સખ્ત કેદની સજા સંભળાવી છે.
મળતી માહિતી અનુસાર, વર્ષ ૨૦૨૦ની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને એક બાતમી મળી કે, મુબંઈથી બરકતઅલી, રૂબીના બરકતઅલી અને અલી મહંમદ શફી શેખ એમ.ડી ડ્રગ્સનો જથ્થો લાવી અમદાવાદના શાહપુરામાં રહેતા શાહનવાઝ ઉર્ફે શાનુ આલમખાન પઠાણને ડ્રગ્સની ડિલીવરી કરવાના છે. તે બાતમીને આધારે ક્રાઈમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર એચ.એમ વ્યાસ અને તેની ટીમ તપાસમાં જોડાયા અને જાણવા મળ્યું કે ત્રણેય શાહઆલમની એક હોટલમાં રોકાયા છે. જેથી તા. ૨૦/૭/૨૦૨૪ના રોજ ઇન્સ્પેકટર હરિત વ્યાસ ટીમ સાથે હોટલમાં પહોંચી રૂમ નં-૧૧૨નો દરવાજો ખુલતા બરકતઅલી, રૂબીના અને અલી મહંમદ શફી શેખ પાસેની કાળા રંગની બેગમાંથી ૩૪૨ ગ્રામ એમ. ડી ડ્રગ્સનો જથ્થો પકડી પાડયો હતો. જેની બજાર કિંમત રૂ. ૩૪ લાખ થતી હતી. પોલીસ કાર્યવાહી પૂર્ણ કરી ત્રણેયની એન.ડી.પી.એસ એક્ટ હેઠળ ધરપકડ કરી હતી. જે પુછતાછમાં મેથાએમ્ફેટામાઇનનો જથ્થો સોહેબ ભોરીએ આપ્યાનું અને અમદાવાદના શાહનવાજ ઉર્ફે શાનુ આલમખાન પઠાણને ડિલીવરી કરવાનું જણાવ્યું હતુ. જો કે ડિલીવરી થાય તે પહેલાજ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ખેલ પાડી દીધો હતો. ત્યાર બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ઇન્સ્પેકટર હરિત વ્યાસ અને તેમની ટીમ શાહનાવઝ ઉર્ફે શાનુ આલમખાન પઠાણની શોધમાં લાગી ગઈ હતી. જે બાદ શાહનવાઝના એક ઠેકાણે પોલીસે પહોચી રૂ. ૪,૧૬,૦૦૦ રોકડા, વજનકાંટો તથા જીપલોક વાળી થેલીઓ મળી આવી હતી. જેથી પોલીસની બાતમી મજબૂત બની હતી. જે બાદ અંતે શાહનવાઝ ઉર્ફે શાનુ સુધી ક્રાઈમ બ્રાન્ચ પહોંચી જાય છે. આ સમગ્ર કેસની તપાસ ઇન્સ્પેકટર હરિત વ્યાસ ચલાવે છે. અને શાહનવાજની ધરપકડ કરી તેને પણ અન્ય આરોપીઓ સાથે કોર્ટમાં રજુ કરે છે. જ્યાં કોર્ટમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી તમામ સચોટ કાર્યવાહી જેમાં કોલ ડીટેઈલ્સ, પંચનામુ, એફેએસએલ રિપોર્ટ વિગેરે મજબૂત પુરાવા રજુ કરે છે. જેને આધારે સરકારી વકીલ અને બચાવ પક્ષના વકીલ વચ્ચે ખુબ દલીલો થાય છે. પરંતુ પોલીસે કાર્યવાહીને આધારે પુરાવાને કોર્ટમાં પુરવાર કરવાના હતા. જે તપાસ અધિકારી ઇન્સ્પેકટર હરિત વ્યાસ અને તેમની ટીમે પુરવાર કર્યા હતા. જેના પરિણામે સ્પેશ્યલ NDPS કોર્ટે ગતરોજ બરકત ઉર્ફે અલી રહેમતઉલ્લા શેખને ૧૫ વર્ષની સખ્ત સજા અને એક લાખનો દંડ ફટકાર્યો છે. રૂબીના બરકતઅલી શેખને ૧૨ વર્ષની સખ્ત સજા અને એક લાખનો દંડ જ્યારે શાહનવાઝ ઉર્ફે શાનુ આલમખાન પઠાણને ૧૨ વર્ષની સખ્ત કેદની સજા અને એક લાખનો દંડ કર્યો છે. એટલે કે જો કોઈ પણ પોલીસ અધિકારીનો સચોટ તલસ્પર્શી તપાસ કરી કોર્ટમાં રજુ કરાયેલા પુરાવા પુરાવાર કરવાની ક્ષમતા ધરાવતા હોય તો કોઈ પણ ગુર્નેગારને સજા થી કોઈ પણ બચાવી ન શકે.