Friday, June 6, 2025
HomeGujaratઅમદાવાદ એસીબીએ મોરબીમાં છટકુ ગોઠવી હેડકોન્સ્ટેબલને ૨.૩૫ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી...

અમદાવાદ એસીબીએ મોરબીમાં છટકુ ગોઠવી હેડકોન્સ્ટેબલને ૨.૩૫ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો

જાગૃત નાગરિકે ફરિયાદ કરતા આરોપી મોરબી સિટી એ ડિવિજન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ હિતેષભાઈ સુખાભાઈ મકવાણાએ ફરિયાદી પાસેથી અરજી ન લેવા અને તેનો નિકાલ કરવા બે લાખ પાત્રિસ હજારની માંગણી કરી હતી. આરોપીએ દલવાડી ચાર રસ્તા મોરબી ખાતે આવેલ સુરેશ પાન પાર્લરની બાજુમાં આવેલ રોડ પર ફરિયાદી સાથે વાતચીત કરી રૂ. ૨.૩૫ લાખની લાંચ લેતા અમદાવાદ એસીબી ટીમ દ્વારા પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હિતેષભાઇ સુખાભાઇ મકવાણાએ ફરિયાદી પાસેથી લાંચ લેતા પકડાયાં છે. જેમાં ફરીયાદીએ તા.૦૬/૦૯/૨૦૨૪ ના રોજ મોરબી જીલ્લાના ગામ નાની વાવડી ખાતે પ્લોટ ખરીદ કર્યો હતો. જે પ્લોટ બાબતે નગર દરવાજા પોલીસ ચોકી ખાતે ખોટી રીતે દસ્તાવેજ કર્યા બાબતે એક અરજી આવી હતી. જે અરજીમાં ગુનો દાખલ ન કરવા અને આ અરજીનો નિકાલ કરવા આરોપી ફરીયાદી પાસે રૂ. બે લાખ પચાસ હજારની લાંચની માંગણી કરી રકઝક નાં અંતે રૂ.૨,૩૫,૦૦૦/- લાંચની રકમ આપવાનું નક્કી કર્યું હતું. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય જેથી એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદીએ ફરીયાદ આપતા, આજ રોજ લાંચનુ છટકુ ગોઠવતા આરોપીએ ફરીયાદી સાથે રૂબરૂ મોરબીના દલવાડી ચાર રસ્તા ખાતે આવેલ સુરેશ પાન પાર્લરની બાજુમાં રોડ પર હેતુલક્ષી વાતચીત કરી લાંચ પેટે રૂ.૨,૩૫,૦૦૦/- લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ પકડાઇ ગયા છે. આરોપી પોલીસ કોન્સ્ટેબલ હિતેશભાઈ સુખાભાઈ મકવાણાને એ.સી.બી.એ ડીટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં ટ્રેપિંગ અધિકારી તરીકે ગુજરાત રાજ્ય, અમદાવાદના એ.સી.બી. ફીલ્ડ-૧ પોલીસ ઇન્સ્પેક્ટર એ.કે.ચૌહાણ તેમજ તેમની ટીમ અને મદદમાં એ.સી.બી., ફીલ્ડ-૨, ગુજરાત રાજ્ય, અમદાવાદ પોલીસ ઇન્સ્પેક્ટર એન.બી.સોલંકી તેમજ સુપર વિઝન અધિકારી તરીકે એ.સી.બી., ફીલ્ડ-૧, ગુજરાત રાજ્ય, અમદાવાદ મદદનિશ નિયામક જી.વી.પઢેરીયા દ્વારા કામગીરી કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!