મોરબીમાં છેલ્લા કેટલાક સમયથી ભ્રષ્ટાચાર વધી રહ્યો છે તેમા પણ ખાસ કરી રેવન્યુ વિભાગમાં અધિકારીઓ કરતા તલાટી મંત્રીઓ અને નાયબ મામલતદાર, મામલતદાર અને કલાર્ક દ્વારા મજા આવે તેવા ભાવ કરી ભ્રષ્ટાચાર આદરી રહ્યા છે અને જો અરજદાર આ રકમની ના પડે તો તેને ટલ્લે ચડાવે છે અને ધક્કામાં ને ધક્કામાં અરજદાર કંટાળીને તેં ભૂલી જાય છે .
જેમાં આજે સમી સાંજે મોરબી પ્રાંત અધિકારી ડી એન ઝાલાની ઓફીસના ક્લાર્ક નિર્મળ ખુંગલા ૭૫ હજારની લાંચ લેતા રંગે હાથ અમદાવાદ એસીબી ટીમના હાથે ચડી ગયા છે આ બનાવમાં અરજદાર દ્વારા ગામ નજીક રસ્તો ખુલ્લો કરવા અરજી કરી હતી જેમાં ક્લાર્ક નિર્મળ ખુંગલા દ્વારા અરજદાર પાસે ૭૫૦૦૦/- રૂપિયાની લાંચ માંગી હતી આ બાદ અરજદારે અમદાવાદ એસીબીનો સંપર્ક કરતા એસીબી ટીમે છટકું ગોઠવી આરોપી નિર્મળ ખૂંગલા ને લાંચની ૭૫૦૦૦/- રકમ સાથે રંગે ટીબડી ગામના પાટીયા પાસેથી રંગે હાથ પકડી પાડ્યો હતો જો કે મોરબીમાં આગાઉ પણ સર્કલ અને તલાટી કમ મંત્રી સામન્ય બાબતમાં લાંચ લેતા એસીબીના ઝપટે ચડી ગયા છે ત્યારે આ એસીબીના સપાટા થી રેવન્યુ અને વહીવટી તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે હાલ અમદાવાદ એસીબી ટીમે આરોપીને અને લાંચની રકમ સાથે મોરબી એસીબી ઓફીસ ખાતે લઈ જઈ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે ત્યારે આગામી સમયમાં આરોપી કલાર્ક ના ઘરની અને બેન્ક એકાઉન્ટ ની ઝડતી પણ એસીબી ટિમ દ્વારા લેવામાં આવનાર હોવાનું આધારભૂત સુત્રોમાંથી જાણવા મળ્યું છે.