Friday, December 6, 2024
HomeGujaratGandhinagarATS ટીમે હળવદના ઘનશ્યામ ગઢના મનીષ ઉર્ફે મનીયાને ૯૯.૪૦ લાખની જૂની ચલણી...

ATS ટીમે હળવદના ઘનશ્યામ ગઢના મનીષ ઉર્ફે મનીયાને ૯૯.૪૦ લાખની જૂની ચલણી નોટો સાથે ગાંધીનગર સેકટર ૨૮ નજીકથી પકડી પાડ્યો : આરોપી મનીષ ઉર્ફે મનિયો છે ભેજાબાજ આરોપી

અમદાવાદ ATS એ મોરબીમાં રહેતો અને મૂળ હળવદના ઘનશ્યામગઢનો રહેવાસી મનીષ સંઘાણી જૂની ચલણી નોટો સાથે પકડાયો
મૂળ હળવદના ઘનશ્યામગઢનો અને હાલ મોરબી રહેતા મનીષ સંઘાણીની ૯૯.૪૦ લાખની ચલનીનોટો સાથે અમદાવાદ ATS ટીમે ધરપકડ કરી: સોનાના બિસ્કીટ થી વધારે લઈને ડુપ્લીકેટ નોટો સાથે પણ નેટવર્ક ધરાવતો હોવાની ચર્ચા

- Advertisement -
- Advertisement -

અમદાવાદ ATS ટિમ દ્વારા મૂળ હળવદના ઘનશ્યામગઢ ગામનો વતની હાલ મોરબી અને ગાંધીનગર રહેતા મનીષ સંઘાણીની ગાંધીનગર સેકટર ૨૮ નજીક આવેલા ગાર્ડન માંથી ધરપકડ કરી છે જેમાં અમદાવાદ ATS ની ટીમે જૂની ચલણી ૫૦૦ અને ૧૦૦૦ ની એમ કુલ મળી ૯૯.૪૦ લાખની નોટો સાથે ધરપકડ કરી છે આરોપી મનીષ સંઘાણી મોરબી રાજકોટ કચ્છ પાલનપુર માં મોટું નેટવર્ક પણ ધરાવે છે ત્યારે અમદાવાદ ATSના ચીફ હિમાંશુ શુકલાને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે પકડાયેલા આરોપી મનીષ સંઘાણી મોરબીમાં પણ ભૂતકાળમાં સરકારી નોકરી આપવાવાનું કહી અનેક લોકો સાથે લાખો રૂપિયાની છેતરપીંડી કરી ચુક્યો હોવાની ચર્ચાઓએ લોકોમાં જોર પકડ્યું હતું પરન્તુ લોકોએ પોતે પણ સંકજામાં આવતા હોવાના ડરથી જે તે સમયે પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું ત્યારે આરોપી મનીષ સંઘાણી દ્વારા રાધનપુર ગેંગ સાથે સંપર્ક માં હોવાની ચર્ચાએ મોરબીમાં જોરશોરથી ઉઠી હતી આરોપી મનીષ ઉર્ફે મનિયો સંઘાણી મોરબી રહેતો અને બાદમાં તે ગાંધીનગર મોટી વગ ધરાવે છે તેવું કહી લોકોને પ્રભાવિત કરી મોડ્સ ઓપરેન્ડરીથી ઠગાઈ કરતો હતો આરોપી મનીષ પ્રથમ હળવદ અને ત્યાં દેવું થઈ જતાં બાદમાં મોરબી ન્યુ ચંદ્રેશ નગરમાં રહેવા આવ્યો હતો બાદમાં તે પોતાના રહેણાક બદલતો રહેતો હતો તેને લોકોને સસ્તું સોના સહિતના પ્રલોભનો આપી અનેક લોકોનેબ ભૂતકાળમાં છેતર્યા પણ છે મનીષ લોકો પોતે પણ ફસાઈ જાય એ રીતે ચિટીંગ આચરતો જેથી આજદિન સુધી તેની વિરુદ્ધ કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી ત્યારે મનીષ સંઘાણી ઉર્ફે મનિયા દ્વારા મોરબીમાં વર્ષ ૨૦૧૨માં ડુપ્લીકેટ નોટો પણ વટાવ્યા હોવાનું સામે આવ્યું હતું જો કે એ સમયે ઘી ના ઠામ માં ઘી પડી જતા મામલો રફેડફે થયો હતો જો કે હવે મનીષ સંઘાણી ઉર્ફે મનીયો અમદાવાદ ATS ના સંકજામાં વધુ એક ગુનો આચરે તે પહેલાં જ પકડાઈ ચૂક્યો છે ત્યારે આગામી સમયમાં ATS તપાસમાં વધુ ચોંકાવનારી વિગતો બહાર આવે તો નવાઈની વાત નથી.

કોણ છે મનીષ ઉર્ફે મનીયો સંઘાણી ?
અમદાવાદ ATS દ્વારા જૂની ચલણી નોટો સાથે પકડેલો મનીષ ઉર્ફે મનિયો સંઘાણી અનેક ગુનાઓ આચરવામાં ભેજાબાજ છે તેણે અનેક સીધા માણસોને છેતર્યા છે ત્યારે મનીષ ઉર્ફે મનિયો વિપ્ર પરિવારમાંથી આવે છે તેના પિતા નિવૃત તલાટી મંત્રી છે અને સમાજમાં સારી છબી ધરાવે છે પરંતુ મનીષ ઉર્ફે મનીયા ની જુગાર રમવાની તેમજ અન્ય શરમજનક પ્રવૃત્તિઓના લીધે દેવું થઈ ગયું હતું જો કે પિતાએ દેવું ભરી તેને મોકો પણ આપ્યો હતો પરંતુ કુતરાની પૂંછડી વાંકી જ રહે તેમ પાછા મનીષ સંઘાણીએ ઊંધા ધંધા શરૂ કરી દીધા હતાં અને આ કારણે તેને ઘનશ્યામગઢ સ્થિત ગામેથી જાકારો મળ્યો હતો બાદમાં તેણે હળવદ અને એ બાદ મોરબીમાં જુદી જુદી જગ્યાએ ભાડેથી રહી પોતાના રૂપિયા કમાવવાના શોર્ટ કટ ચાલુ રાખ્યા હતા ત્યારે આજે મનીષ સંઘાણી ને ATS દ્વારા પકડી પાડવામાં આવતા મનીષ સંઘાણીની સત્ય હકીકત બહાર આવી છે હાલ ATS દ્વારા ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!