Saturday, October 12, 2024
HomeGujaratGandhinagarરાજકોટ ગ્રામ્યમાં 3 સહિત રાજ્યમાં નવા 19 પોલીસ સ્ટેશન અને 8 આઉટપોસ્ટ...

રાજકોટ ગ્રામ્યમાં 3 સહિત રાજ્યમાં નવા 19 પોલીસ સ્ટેશન અને 8 આઉટપોસ્ટ ને લીલી ઝંડી : પ્રદીપસિંહ જાડેજાએ કર્યું ઈ લોકાર્પણ

રાજકોટ ગ્રામ્યમાં 3 સહિત રાજ્યમાં નવા 19 પોલીસ સ્ટેશન અને 8 આઉટપોસ્ટ ને લીલી ઝંડી : પ્રદીપસિંહ જાડેજાએ કર્યું ઈ લોકાર્પણ

- Advertisement -
- Advertisement -

રાજકોટ ગ્રામ્યમાં 3 સહિત રાજ્યમાં નવા 19 પોલીસ સ્ટેશન અને 8 આઉટપોસ્ટ ને લીલી ઝંડી રાજ્યના ગૃહમંત્રી  પ્રદીપસિંહ જાડેજા આપી હતી જેમાં રાજ્યના પાંચ જિલ્લાના પોલીસ સ્ટેશનો, આઉટ પોસ્ટ અને અપગ્રેડેશન માટે રૂ. ૪૭.૧૮ કરોડના ખર્ચે અને ૧૪૦૧ જગ્યાઓનું લોકાર્પણ કરાયું હતુ જેમાં રાજકોટ ગ્રામ્યમાં જેતપુર, ઉદ્યોગનગર, ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન લોકોની સવલતો માટે ખુલ્લા મુકાયા છે આ સાથે ગૃહરાજયમંત્રી જાડેજાએ આજે કચ્છ જિલ્લામા મંજૂર થયેલા માધાપર નવીન પોલીસ સ્ટેશનનો ઈ-શુભારંભ કરાવ્યો હતો.જેમાં તેને જણાવ્યું હતુ કે, વલસાડ રૂરલ, પારડી અને ડુંગરા તથા નવસારી જિલ્લામાં વિજલપોર પોલીસ સ્ટેશનને તથા બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર પોલીસ સ્ટેશન અને અમીરગઢ પોલીસ સ્ટેશન ને PSI કક્ષામાંથી અપગ્રેડ કરી PI કક્ષાના પોલીસ સ્ટેશનો બનાવાશે. સુરત ગ્રામ્યમાં ઉમરા અને કોસંબા નેશનલ હાઇવે તથા ભરૂચ જિલ્લામાં મોટવાણ અને અંદાડા પર નવી આઉટ પોસ્ટ કાર્યરત કરાશે. અરવલ્લી જિલ્લામાં ટીટોઇ આઉટપોસ્ટને અપગ્રેડ કરી પીઆઇ કક્ષાનું પોલીસ સ્ટેશન બનાવાશે સાથે જ તેઓએ જણાવ્યું હતું કેે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ રાજ્યમાં કાયદો – વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સંગીન બને અને નાગરિકોને નજીકમાં નજીક સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે આ મહત્વનો નિર્ણય કરાયો છે. રાજ્યમાં વધતી જતી વસ્તીના પરિણામે નવા પોલીસ સ્ટેશનો કાર્યરત કરવા અત્યંત અનિવાર્ય હોઇ વડોદરા, સુરત, વલસાડ, રાજકોટ, ભરૂચ જિલ્લામાં આ નવા ૧૯ પોલીસ સ્ટેશનો પીઆઇ/પીએસઆઇ કક્ષાના કાર્યરત કરાશે સાથે જ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા એ આજે કચ્છ જિલ્લામા મંજૂર થયેલા માધાપર નવીન પોલીસ સ્ટેશનનો ઈ-શુભારંભ કરાવ્યો હતો. આ પોલીસ સ્ટેશનના કારણે કચ્છ -ભૂજ ખાતે ટ્રાન્સપોર્ટેશન , રેસ્ટૉરન્ટ બેંક અને પ્રવાસન જેવા ક્ષેત્રોમાં થઈ રહેલા વિકાસને ધ્યાનમાં રાખી માધાપર ખાતે મંજૂર કરવામાં આવેલ નવીન પોલીસ કાર્યરત કરવામાં આવ્યું છે. જેના લીધે પોલીસની કાર્યક્ષમતા વધશે અને માધાપર વિસ્તારના ઉદ્યોગો અને જનતાને સુરક્ષા અને સલામતીનો અહેસાસ થશે એ નિશંક બાબત છે આ નવા પોલીસ સ્ટેશનોમાં સુરત શહેરમાં વેસુ, સારોલી, પાલ, ઉતરાણ અને અલથાણ મળી કુલ-૫ અને સુરત ગ્રામ્યમાં અનાવલ, મઢી, ઝંખવાવ, મળી કુલ – ૩ નવિન પોલીસ સ્ટેશનો મંજૂર કરવામાં આવ્યા છે. જે માટે ૫૮૬ જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે. આ ઉપરાંત વડોદરા શહેરમાં અકોટા, કપુરાઇ, કુંભારવાડા અને અટલાદરા ખાતે નવા પોલીસ સ્ટેશન કાર્યરત થશે જે માટે ૩૦૦ જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે,વલસાડ જિલ્લામાં ઉમરગામ ખાતે એક પોલીસ સ્ટેશન શરૂ કરાશે જે માટે ૭૧ જગ્યાઓ મંજૂર કરાઇ છે,રાજકોટ ગ્રામ્યમાં જેતપુર, ઉદ્યોગનગર, અને ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન અને ગોંડલ સીટી બી ડીવીઝન ખાતે પોલીસ સ્ટેશન શરૂ કરાશે જે માટે ૨૧૧ જગ્યાઓ મંજૂર કરાઇ છે,ભરૂચ જિલ્લામાં પાનોલી અને ઝઘડીયા જીઆઇડીસી ખાતે નવું પોલીસ સ્ટેશન કાર્યરત કરાશે. જે માટે ૧૪૦ જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે. તેમજ અરવલ્લી જિલ્લામાં ટીટોઇ આઉટ પોસ્ટને અપગ્રેડ કરીને પોલીસ ઇન્સ્પેટર કક્ષાનું પોલીસ સ્ટેશન ૭૧ જગ્યાઓ સાથે મંજૂર કરી લીલી ઝંડી આપવામાં આવી છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!