આ બનાવ અંગે જાણવા મળતી પ્રાથમિક વિગત અનુસાર ચોરીના મુદામાલના વાહન જપ્ત કરવા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ ગુર્જર સહિતની ટીમ ખાનગી ઇનોવા કાર UP 53 BQ 0483 લઈને હળવદ આવી હતી તે વેળાએ પોલીસની કારને ત્રણ રસ્તા નજીક અટકાવી ટોળાએ ગાડીનો આગળના કાચનો કડુસ્લો બોલાવી દીધો હતો. આ અંગે જાણ થતાં સ્થાનિક પોલીસ સ્ટાફ દોડી ગયો હતો. હળવદ પોલીસ સ્ટાફની ગાડીઓની આવ્યાની જાણ થતા ઈસમો નાશી છૂટ્યા હતા જેને લઈને ટોળું વિખેરાઈ ગયું હતું. આ અંગે કોઈ સતાવાર રીતે માહિતી સ્પષ્ટ થઈ નથી. તથા ક્રાઈમ બ્રાન્ચ ની ટિમ રિક્ષાઓ જપ્ત કરી ને જતી હતી ત્યાં હાજર વ્યક્તિઓએ બેન્ક ના હપ્તા ચડી ગયેલા વાહન જપ્ત કરવા આવતા સિઝર ની ટિમ સમજી હુમલો કર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.
આ બનાવ બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ની ટિમ જપ્ત કરાયેલ રીક્ષાઓ અને ઇનોવા કાર સાથે હળવદ પોલીસ સ્ટેશન પહોંચી હતી.