Saturday, April 20, 2024
HomeGujaratAhmedabadઅમદાવાદ: નારોલ પોલીસે 12 વર્ષની બાળકીને 20 વર્ષના પુત્રનો પિતા લલચાવી ભગાડી...

અમદાવાદ: નારોલ પોલીસે 12 વર્ષની બાળકીને 20 વર્ષના પુત્રનો પિતા લલચાવી ભગાડી જઈ પત્નીની જેમ રાખવા લાગ્યો હતો ! સાડા ત્રણ મહિને અમદાવાદની નારોલ પોલીસે બંનેને શોધી કાઢ્યા !!

અમદાવાદ: નારોલ પોલીસે 12 વર્ષની બાળકીને 20 વર્ષના પુત્રનો પિતા લલચાવી ભગાડી જઈ પત્નીની જેમ રાખવા લાગ્યો હતો ! સાડા ત્રણ મહિને અમદાવાદની નારોલ પોલીસે બંનેને શોધી કાઢ્યા !!

- Advertisement -
- Advertisement -


આરોપી મનુ ચુનારાએ પીડિતા બાળકીને સાથે રહીશું અને જોઈએ તે વસ્તુ અપાવીશ કહી પરિવારથી કંટાળેલી બાળકીને લલચાવી ભગાડી ગયો હતો અને બારેજા ગામની સીમમાં આવેલા એક તળાવ પાસે રહેતા અને માછલી પકડી ગુજરાન ચલાવતાં હતા બાળકી તેના ભાઈનો સાદો ફોન સાથે લઈ ગઈ હતી જેના આધારે નારોલ પોલીસને સફળતા મળી

અમદાવાદ શહેરમાં અવાર નવાર વિચિત્ર કિસ્સાઓ સામે આવતા રહે છે પરંતુ નારોલ પોલીસે અટપટા સાથે જ ગંભીર ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે જેમ 12 વર્ષની બાળકીને તેનાથી ત્રણ ગણી ઉંમરનો વ્યક્તિ સાથે રહીશું અને જોઈએ તે વસ્તુ અપાવીશ કહી અપહરણ કરી લઈ ગયો હોવાનો બનાવ બન્યો હતો અને આ નાની બાળકીને પોતાની સાથે લઇ જઇ અને તેને પત્નીની જેમ રાખવા લાગ્યો હતો જો કે સાડા ત્રણ મહિના બાદ નારોલ પોલીસે આરોપીને બારેજા નજીક આવેલા એક તળાવના કિનારેથી બાળકી સાથે ઝડપી લીધો હતો આ ઇસમનું નામ મનું ચુનારા અને દાહોદનો વતની છે જે 20 વર્ષના દીકરાનો પિતા એવો આરોપી મનું તેની ભણેજના ઘરે આવતો જતો હતો અને તેની પાડોશમાં રહેતી આ બાળકીને લલચાવી પોતાની સાથે લઈ નાસી ગયો હતો હાલ નારોલ પોલીસે આરોપી મનુ ચુનારાઉ.વ.૪૦ ની ધરપકડ કરી તપાસ કરનાર એસટી એસસી સેલ ટિમને સોંપ્યો છે.

બાળકીને પિતા દારૂ પીને માર મારતો અને અસહ્ય પીડા આપતો હોવાનું નારોલ પોલીસની તપાસમાં ઘટસ્ફોટ થયો
નારોલ પીઆઇ એસ.એ ગોહિલના જણાવ્યા અનુસાર આરોપી મનું ચુનારા દાહોદ નો વતની છે અને તેની ઉંમર ૪૦ વર્ષની છે જે 12 વર્ષની માસૂમ બાળકીને ફોસલાવીને લઈ ગયો હતો આરોપી મનું ચુનારા પરિણીત છે તેમજ ૨૦ વર્ષનો એક દીકરો પણ છે સાથે જ આરોપી મનું પોતાની પત્ની અને પરિવાર સાથે રહેતો ન હતો જેમાં એ અવાર નવાર નારોલ ખાતે તેની ભણેજના ઘેર આવતો જતો હતો એ સમયે એની નજર માસૂમ બાળકી પર પડી હતી જેમાં આ 12 વર્ષની બાળકીને પિતા દારૂ પીને માર મારતો હતો પીડિતા બાળકીને એક ભાઈ હતો અને તેનાથી કંટાળી ગઈ હતી જે બાબતનો આરોપી મનુંએ ફાયદો ઉઠાવી તને સારી રીતે રાખીશ અને જોઈએ તમામા વસ્તુઓ આપીશ કહી ફોસલાવી લાલચ આપી લઈ ગયો હતો સાડા ત્રણ મહિના બંને અલગ અલગ જગ્યાએ ફર્યા અને સાથે રહેતા હતા બારેજા ગામની સીમમાં આવેલા એક તળાવ પાસે રહેતા અને માછલી પકડી ગુજરાન ચલાવતાં હતા ત્યારે ગત
30 સપ્ટેમ્બરે બાળકી ઘરેથી ગુમ થઈ હોવાની ફરિયાદ પોલીસને મળી હતી જે અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં આવેલા કાચા છાપરામાં ગરીબ પરિવારમાં 12 વર્ષની બાળકી તેના પિતા અને ભાઈ સાથે રહેતી હતી. ગત 30 સપ્ટેમ્બરના રોજ બાળકી રાતના સમયે પોતાના ઘરેથી ગુમ થઈ ગઈ હતી. આસપાસના વિસ્તારમાં અને સગા સંબંધીઓના ત્યાં પણ શોધતાં બાળકી મળી આવી ન હતી. જેથી નારોલ પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે આ ગરીબ પરિવારની બાળકીને શોધવા તપાસ શરૂ કરી હતી. પોલીસે ફોટા સહિતની માહિતી સોશિયલ મીડિયામાં શેર કરી હતી એ સમયગાળામાં પીઆઈ એસ.એ.ગોહિલે બાળકી પાસેના ફોનને સર્વેલન્સમાં મુકી ઓપરેશન પાર પાડ્યું હતું જેમાં
બાળકીના ભાઈનો સાદો એક ફોન હતો જે ગુમ હતો જેથી આ ફોન બાળકી લઈ ગઈ હોવાની પોલીસને શંકા હતી જેના આધારે પોલીસે તે નંબર સર્વેલન્સમાં રાખ્યો હતો. દરમ્યાનમાં ફોન એક્ટિવ થતાં બારેજા ગામની સીમમાં એક ખેતરમાં આવેલા તળાવ પાસેનું લોકેશન હોવાની માહિતી નારોલ પોલીસને મળી હતી ત્યારે એક ગરીબ પરિવારની બાળકીને સાડા ત્રણ મહિનાથી પોલીસ શોધતી હતી તે મળવાની આશા સાથે નારોલ પોલીસ તાત્કાલિક રવાના થઈ હતી.

આરોપીને એકવાર નિવેદન લેવા બોલાવ્યો હતો પણ આરોપી પોલીસને થાપ આપી છટકી ગયો
પોલીસે લોકેશનના આધારે જગ્યા પર પહોંચી જોતા પોલીસ ખુદ ચોંકી ઉઠી હતી કારણ કે જે બાળકી ગુમ થઈ હતી તેનું અપહરણ કરનાર વ્યક્તિ બાળકીના પાડોશમાં રહેતી તેની બહેનપણીની માતાનો મામા હતો. એક વખત જ્યારે ફોન એક્ટિવ થઈ અને બંધ થયો તેમાં આરોપીને જ ફોન કર્યો હોવાનું બહાર આવતા પોલીસે તેને નિવેદન લેવા બોલાવ્યો હતો. જો કે ત્યારે તેણે પોલીસને મારી ભાણીની દીકરીની મિત્ર હોવાથી તેને કર્યો હશે અને હું જાણતો નથી કહી દેતા પોલીસને થાપ આપી હતી ત્યાંરથી જ નારોલ પોલીસના સંકજામાં આ ઈસમ હતો જો કે નારોલ પોલીસે બાળકીને શોધી અને આરોપી મનુની ધરપકડ કરી એસ.સી.એસ.ટી સેલને સોંપતા આગળની કાર્યવાહી એસ.સી.એસ.ટી.સેલે હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!