મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ અપહરણ તથા ગુમ થયેલ વ્યકતિઓને શોધી કાઢવા AHTU ટીમને જરૂરી માર્ગદર્શન તથા સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન AHTU ટીમ મોરબી દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના આશરે ચારેક માસથી અપહરણના ગુનાના આરોપીને મહેસાણા જિલ્લાના રાજપુર ગામ ખાતે પકડ પાડ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સૂચનાથી AHTU PI તથા સ્ટાફના માણસો અપહરણ તથા ગુમ થયેલ વ્યકતિઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન હેડ કોન્સ્ટેબલ નંદલાલભાઇ વરમોરા તથા ભરતસિંહ ડાભીને ખાનગી રાહે બાતામી મળેલ હતી કે, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના અપહરણના ગુન્હાનો આરોપી કાળુભાઇ ગોપાલભાઇ તાહેડીયા (રહે. હાલ રાજપુર ઝુંપડપટ્ટી હનુમાન ચોકડી પાસે) ફરીયાદીની સગીર વયની દિકરીને રંગપર ગામની સીમ પાવડીયારી પાસેથી અપહરણ કરી ભગાડી ગયેલ હોય જે આરોપી કાળુભાઇ ગોપાલભાઇ તાહેડીયા રાજપુર ઝુંપડપટ્ટી હનુમાન ચોકડી પાસે હોવાની માહીતી મળતા AHTU ટીમ દ્વારા મહેસાણા જિલ્લાના રાજપુર ગામ ખાતેથી હસ્તગત કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોપવામાં આવેલ છે.