મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ અપહરણ તથા ગુમ થયેલ વ્યકતિઓને શોધી કાઢવા AHTU ટીમને જરૂરી માર્ગદર્શન તથા સુચના કરેલ હોય જે અન્વયે કામગિરી કરતા દરમીયાન AHTU ટીમ મોરબી દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના છેલ્લા દોઢ વર્ષથી અપહરણના ગુનાના આરોપીને કોલકતા ખાતેથી પકડી તથા ભોગ બનનારને શોધી કાઢી છે.
મળતી માહિતી અનુસાર, AHTU PI તથા સ્ટાફના માણસો અપહરણ તથા ગુમ થયેલ વ્યકતિઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન તેઓને બાતમીદાર તથા ટેકનિકલ સોર્સ દ્રારા હકીકત મળેલ હતી કે, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના અપહરણના ગુન્હાનો આરોપી ઉમાશંકર ગૌરાંગાસુંદર ભુણીયા ફરીયાદીની સગીર વયની દિકરીને એરાક્રોન સીરામીક માટેલ રોડ, ઢુવાથી અપહરણ કરી ભગાડી ગયેલ હોય જે આરોપી કોલકતા હોવાની હકીકત આધારે AHTU ટીમ દ્રારા કોલકતાથી હસ્તગત કરી તેમજ ભોગ બનનારને પણ શોધી કાઢેલ છે.અને વાંકાનેર તાલુકા સર્કલ પોલીસ ઇન્સ્પેકટરને સોપવામાં આવેલ છે.