Wednesday, November 20, 2024
HomeGujaratમાળીયા મી.પોલીસ મથકના અપહરણના ગુનાના આરોપીને ૧૪૦૦કિમી દૂર ઉત્તરપ્રદેશથી પકડી પાડતી મોરબી...

માળીયા મી.પોલીસ મથકના અપહરણના ગુનાના આરોપીને ૧૪૦૦કિમી દૂર ઉત્તરપ્રદેશથી પકડી પાડતી મોરબી પોલીસની AHTU ટીમ

જ્યારે આરોપી નિશ્ચિંત થઈને સૂતો હતો રાતના સમયે અજાણ્યા વિસ્તારમાં જઈને મોરબી પોલીસની ટીમે ધરમાંથી જ આરોપીને દબોચી લીધો

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ અપહરણ તથા ગુમ થયેલ વ્યકતિઓને શોધી કાઢવા AHTU ટીમને જરૂરી માર્ગદર્શન તથા સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન AHTU ટીમ દ્વારા માળિયા (મિ.) પોલીસ સ્ટેશનના છેલ્લા એક વર્ષથી અપહરણના ગુનાના આરોપીને મોરબીથી ૧૪૦૦ કિમી દૂર ઉત્તરપ્રદેશના રાયબરેલી ખાતેથી પકડી પડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.તેમજ આ જ્યારે આરોપી નિશ્ચિંત થઈને સૂતો હતો ત્યારે રાત્રીના સમયે જ મોરબી પોલીસની ટીમે આરોપીને દબોચી લઈને જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી મોરબી આવવા માટે રવાના થઈ ગયા હતા.

મળતી માહિતી અનુસાર, AHTU PI તથા સ્ટાફના માણસો અપહરણ તથા ગુમ થયેલ વ્યકતિઓને શોધી કાઢવા અંગેની કામગીરી કરવા પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન તેઓને ટેકનિકલ તથા હ્યુમન સોર્સિસ દ્વારા માહીતી મળેલ હતી કે, માળિયા પોલીસ સ્ટેશનના પોકસો એકટ મુજબના ગુન્હાનો આરોપી સોમનાથ રામપ્રતાપ (રહે.રેતી ખુર્દ બુજર્ગ તા.નકહલ્લા જી.રાયબરેલી) તથા ફરીયાદીની સગીર વયની દિકરીને વિરવિદરકા ગામેથી અપહરણ કરી ભગાડી ગયેલ હોય જે આરોપી સોમનાથ હાલ રેતી ખુર્દ બુજર્ગ ગામે હોવાની માહીતી મળતા AHTU ટીમ દ્વારા ઉત્તરપ્રદેશના રાયબરેલી, રેતી ખુર્દ બુઝર્ગ ગામેથી હસ્તગત કરી માળિયા મિયાણા પોલીસ સ્ટેશનને સોપવામાં આવેલ છે.

આ કામગીરી માં AHTU પીઆઈ એન. એ.વસાવા,હેડ કોન્સ્ટેબલ નંદલાલ વરમોરા,ભરતસિંહ ડાભી,બકુલભાઈ કાસુંદ્રા, રાજદીપભાઈ પીપળીયા તથા ખમ્માબેન બગોદરિયા સહિતના જોડાયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!