Thursday, December 5, 2024
HomeGujaratનવયુગ ગ્રુપ ઓફ કોલેજમાં એઇડ્સ જનજાગૃતિ સેમિનાર યોજાયો

નવયુગ ગ્રુપ ઓફ કોલેજમાં એઇડ્સ જનજાગૃતિ સેમિનાર યોજાયો

HIV/AIDS અંગે જાગૃતતા ફેલાવવા મોરબીના ડૉકટરો દ્વારા માર્ગદર્શન

- Advertisement -
- Advertisement -

World AIDS Day નિમિતે નવયુગ ગ્રુપ ઓફ કોલેજમાં એઇડ્સ રોગ અંગે જાગૃતિ લાવવા સેમિનાર યોજાયો હતો. મોરબીના ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ડૉ. હીનાબેન મોરી અને ડૉ. જયેશભાઈ સનારિયાએ એઇડ્સ રોગ, તેના લક્ષણો, બચાવના ઉપાયો અને સારવાર વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

એઇડ્સની વૈશ્વિક સમસ્યાને ધ્યાનમાં રાખીને, World AIDS Day નિમિતે નવયુગ ગ્રુપ ઓફ કોલેજમાં ખાસ જનજાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં મોરબીના વિખ્યાત ડૉકટરો હીનાબેન મોરી અને જયેશભાઈ સનારિયાએ HIV/AIDS અંગે માહિતીસભર પ્રસ્તુતિ આપી, વિદ્યાર્થીઓને HIV/AIDS શું છે, તે કઈ રીતે ફેલાય છે અને કેવી રીતે ફેલાતો નથી તે બાબતોની સમજૂતી આપવામાં આવી હતી. ડૉકટરો દ્વારા એઇડ્સના લક્ષણો, રોગથી બચવાના ઉપાયો અને તેની સારવાર અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. એઇડ્સનો રોગ જીવલેણ નથી કારણ કે ART (Antiretroviral Therapy) થી વાયરસના પ્રસારને અટકાવી શકાય છે, પરંતુ તે મટાડવો શક્ય નથી, તેવું સ્પષ્ટ કરવામાં આવ્યું હતું.

વધુમાં નવયુગ સ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્વારા એઇડ્સ વિશે જાગૃતિ લાવવા અને જનતા સુધી મેસેજ પહોંચાડવા માટે માનવ સાંકળથી એઇડ્સનું પ્રતીક ચિહ્ન બનાવ્યું હતું. આ સેમિનારનું આયોજન સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું, સાથે મેનેજિંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસવાડિયા તથા કોલેજના પ્રિન્સિપાલ અને વિભાગીય વડાઓ ઉપસ્થિત રહ્યાં હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!