મોરબીના પંચાસર રોડ પર આવેલ ટ્રસ્ટ સંચાલિત દોશી એમ. એસ. અને ડાભી એન.આર. શાળાને જિલ્લા પંચાયતના ચેરમેન અને સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના અજય લોરિયા દ્વારા આરો પ્લાન્ટ અર્પણ કરવામાં આવ્યું છે. આ ગ્રાન્ટેડ શાળામાં 700 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેમને હવે શુદ્ધ પાણી પીવા મળશે.
મોરબીના પંચાસર રોડ પર આવેલ દોશી એમ. એસ. અને ડાભી એન.આર. શાળા આવેલી છે. જે ટ્રસ્ટ સંચાલિત છે. આ શાળામાં જિલ્લા પંચાયતના ચેરમેન અને સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના અજય લોરીયાએ મુલાકાત કરી હાઈસ્કૂલના પ્રમુખ અનિલભાઈ મહેતા અને ભરતભાઈ ગોપાણી સહિતનાઓ સાથે મુલાકાત કરી હતી અને તેમણે જણાવ્યું હતું કે, હાલના સમયમાં મોટાભાગની સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં દિવસેને દિવસે વિદ્યાર્થીઓની સંખ્યા ઘટે છે. પરંતુ અમારી શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધવાના કારણે હાલમાં જ બે વર્ગનો વધારો કરવામાં આવ્યો છે. આ શાળામાં હાલ 700 જેટલા વિદ્યાર્થીઓ – વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે. આ સાંભળીને અજય લોરિયાને આનંદ થયો અને જણાવ્યું કે આ શાળામાં શું ઘટે છે ત્યારે તેમને જણાવ્યું કે મોટા આરો પ્લાન્ટની જરૂર છે. એટલે તરત જ સેવાભાવી અજય લોરિયાએ કહ્યું કે 1000 વિદ્યાર્થીઓ માટે આરો પ્લાન્ટ મારા તરફથી આ શાળાને ભેટ આપું છું. આ ભેટ બદલ શાળાના પ્રમુખ અને શિક્ષકોએ અજય લોરિયાની સેવાને બિરદાવી તેનો આભાર માન્યો હતો.