પંજાબના 3 શહીદ પરિવારોને રૂબરૂ જઈ ૧- ૧ લાખની સહાય અર્પણ કરશે
મોરબી: મોરબીના દેશભક્ત અને સેવાભાવી યુવાન અને જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન તેમજ સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અજય લોરીયા આવતી કાલ તા.૧૩ ના રોજ શહીદ પરિવારોને સહાય અર્પણ કરવા પંજાબ જશે. જેમાં દેશમાં માં ભોમની રક્ષા કરતા શહીદ થયેલા જસવિંદર સિંધ -કપૂરથલા, મનદીપ સિંધ-બટલા (ગુરદાસપુર), ગજન સિંધ – આનંદપુર સાઇબ ના પરિવારજનોને રૂબરૂ મળી એક એક લાખની સહાય અર્પણ કરશે
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી અજયભાઈ લોરીયા દ્વારા દેશના જુદા જુદા ૧૯ રાજ્યોનો પ્રવાસ કરી શહીદ થયેલા ૬૫ થી વધુ યુવાનોને રૂબરૂ જઇ ૧.૧૦ કરોડની સહાય અર્પણ કરી હતી.









