ટંકારા અને જામનગરને જોડતો બંગાવડીના પાટીયા પાસે આવેલ આજી રિવર બ્રિજ હાલ ખૂબ જ બિસ્માર હાલતમાં હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. આ બ્રિજના લોખંડના સળિયા દેદિપ્યમાન હોવા છતાં, સ્થાનિક તંત્ર અને એન્જિનિયરોની નિરીક્ષણ ટીમે તેની મુલાકાત દરમિયાન બધું “સબ સલામત” હોવાનું જણાવ્યું હતું. જોકે, પાટીદાર અગ્રણી મહેશ રાજકોટિયાએ સ્થળ પર પહોંચીને આ બ્રિજની ખરાબ હાલત અંગે ગંભીર આક્ષેપો કર્યા છે અને તંત્રને તાકીદે પગલાં લેવા માટે રજૂઆત કરી છે.
મહેશ રાજકોટિયાએ જણાવ્યું કે આજી રિવર બ્રિજ જે ટંકારા અને જામનગરને જોડતો મહત્વનો રસ્તો છે બ્રિજનું માળખું જર્જરિત થઈ ગયું છે, જેના કારણે ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. તેમણે આક્ષેપ કર્યો કે, તંત્ર અને એન્જિનિયરોએ આ બ્રિજની મુલાકાત લીધી હોવા છતાં, તેની ખામીઓને અવગણીને બેદરકારી દાખવી છે. તેમણે તાકીદે આ બ્રિજનું ફરીથી નિરીક્ષણ કરી, જરૂરી સમારકામ અને સુરક્ષા પગલાં લેવાની માંગ કરી છે. બિજી તરફ જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડીને માળિયા નજીક પુલ મોટા વાહનો માટે બંધ કરી ટંકારા આમરણ ડ્રાઈવટ કરી આજી રિવર બ્રિજ પરથી વાહન વ્યવહાર ચાલુ કરાવ્યો છે. આમ છતાં, તંત્ર દ્વારા બ્રિજની સ્થિતિ અંગે ગંભીરતાથી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી, જેના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે.
આ અંગે અમારા રિપોર્ટર ધટના સ્થળે પહોંચી તપાસ કરતા આજી રિવર બ્રિજ પરથી રોજબરોજ અનેક વાહનો પસાર થાય છે, અને તેની જર્જરિત હાલત મોટી દુર્ઘટનાનું કારણ જાણવા પ્રયાસ કર્યો હતો જેમાં બ્રિજના રોડ ઉપર પણ ખાડા હોય અને આ બ્રિજ અનેક વખત પાણીની પુરની થપાટો સહન કરી ચુક્યો છે પરતું બેરીંગ અને મથાડુ ઉપરાંત પોપડા ખરી જતા દેખાતા સળીયા ગંભીરતા સુચવે છે જો તંત્રે તાત્કાલિક પગલાં નહીં લીધાં, તો આ બ્રિજ પર મોટી જાનહાનિ થઈ શકે છે. સ્થાનિક લોકો અને વાહનચાલકો પણ આ બ્રિજની હાલતથી ચિંતિત છે અને તેના સમારકામની માંગ કરી રહ્યા છે.