સ્વ. રાહુલભાઇ પ્રવિણભાઈ આહીર અને સ્વ. મિત્તલબેન રાહુલભાઇ આહીર ની સ્મૃતિ માં 151 બોટલ બ્લડ એકત્ર થયું
આજરોજ હળવદ તાલુકા ના અજિતગઢ ગામે શ્રી અજીતેશ્વર મહાદેવ મંદિર ના સાનિધ્ય મા સ્વ.રાહુલભાઇ આહીર અને સ્વ. મિત્તલબેન આહીર ની દ્વિતીય વાર્ષિક પુણ્ય તિથિ નિમિત્તે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ માં સ્વયંભૂ રક્તદાતાઓ રક્તદાન કરવા માટે પહોંચી ગયા હતા અને રક્તદાન કરવા માટે લાંબી લાઈનો લાગી હતી આમ પણ હળવદ તાલુકો એ રક્તદાન કેમ્પ ના આયોજન માટે સમગ્ર ગુજરાત માં મોખરે છે ત્યારે આહીર દંપતી ની યાદ માં આયોજિત રક્તદાન કેમ્પ માં 151 રક્ત ની બોટલ એકત્ર થઇ હતી આ બોટલ મોરબી સિવિલ હોસ્પિટલ અને સંસ્કાર બ્લડ બેંક મોરબી ખાતે લોહી ની જરૂરિયાત છે તેવા દર્દી નારાયણ માટે ઉપયોગ માં લેવામાં આવશે ત્યારે આ કાર્યક્રમ માં સ્વૈચ્છિક રક્તદાન કરવા માટે રક્તદાતાઓ માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો ત્યારે એક રક્તદાન થકી ચાર જિંદગી બચશે ત્યારે આ કેમ્પ માં રક્તદાન કરનાર રક્તદાતા કોઈ ની જીંદગી બચાવવા માં નિમિત્ત બન્યા તે માટે ગૌરવ ની લાગણી વ્યકત કરી રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે સ્વ.રાહુલભાઇ આહીર અને સ્વ.મિત્તલબેન આહીર આજ થી ૨ વર્ષ પહેલાં માર્ગ અકસ્માત ના સ્વર્ગવાસ પામ્યા હતા ત્યારે તેમના પરિવારજનો અને મિત્ર વર્તુળ દ્વારા રક્તદાન કેમ્પ નું આયોજન કરી અને સ્વર્ગસ્થ આત્મા ને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને અહી રક્તદાન કરવા માટે આવેલ તમામ રક્તદાતાઓ અને બ્લડ બેંક ના સ્ટાફ માટે સુંદર ભોજન ની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી ત્યારે છેલ્લા 30 દિવસ માં હળવદ માં 4 સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું અને આગામી 17 તારીખે ટીકર ગામ ખાતે પણ સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે આમ હળવદ તાલુકા માં વિવિધ બ્લડ ડોનેશન કેમ્પ ના આયોજનો થકી 4500 થી પણ વધુ બ્લડ ની બોટલો નું ડોનેશન છેલ્લા 3 વર્ષ માં થયું છે ત્યારે સમગ્ર ગુજરાત રાજ્ય માં હળવદ તાલુકો રક્તદાન કેમ્પ માં આયોજન માં અગ્રેસર છે અને હળવદ તાલુકા ના સેવાભાવી લોકો સ્વૈચ્છિક રીતે રક્તદાન કરવા માટે ઉત્સુક હોય છે ત્યારે આજરોજ અજીટગઢ ખાતે આયોજિત રક્તદાન કેમ્પ ને સફળ બનાવવા સ્વયંસેવકો એ ભારે જહેમત ઉઠાવી હતી.