Monday, January 20, 2025
HomeGujaratઅખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે સરકાર સામે લડી લેવાના મૂડમાં:જૂની પેન્શન સહિતના...

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે સરકાર સામે લડી લેવાના મૂડમાં:જૂની પેન્શન સહિતના પડતર પ્રશ્નો નહિ ઉકેલાય થશે આંદોલન

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ગુજરાત પ્રેરિત રાષ્ટ્રીય સંયુક્ત મોરચા ગુજરાત દ્વારા આંદોલન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના 8,50,000 શિક્ષક સહિતના કર્મચારીઓના હિતમાં વિવિધ નિર્ણય લેવાયા છે. ૬ માર્ચ ના રોજ કર્મચારીઓ મહા મતદાન કરશે. ઓનલાઇન કામગીરીનો બહિષ્કાર કરી પેન ડાઉન અને ચૉક ડાઉન કરશે તેમ છતાં નિરાકરણ નહીં આવે તો ૯ માર્ચના રોજ ગાંધીનગર ખાતે મહાપંચાયત એક લાખથી વધુ શિક્ષક સહિતના કર્મચારીઓ જોડાઈ મહાપંચાયત યોજશે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ગુજરાત પ્રેરિત રાષ્ટ્રીય સંયુક્ત મોરચા ગુજરાત દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવા તથા અન્ય પડતર પ્રશ્નોને લઈ ઓગસ્ટ ૨૦૨૨માં આંદોલન કરવામાં આવેલ જ્યારે સરકાર સાથે થયેલ સમાધાન મુજબ તથા અન્ય પડતર પ્રશ્નો ન ઉકેલાતા આંદોલનાત્મક કાર્યક્રમો અંગે રણનીતિ ઘડવા માટે બલરામ મંદિર ગાંધીનગર ખાતે આજે રાષ્ટ્રીય સંયુક્ત મોરચા સાથે જોડાયેલ ૭૫ થી વધુ સંગઠનો ભારતીય મજદૂર સંઘ (જી.ઇ.બી., એસ.ટી રીટાયર્ડ યુનિયન સહિત), અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ગુજરાતના ૯ સંવર્ગ, ૦૧-૦૪-૨૦૦૫ પહેલા નિમાયેલ શિક્ષક કર્મચારીઓના ૨૭ થી વધુ અન્ય સંગઠનોના મળી કુલ ૩૦૦ થી વધુ પદાધિકારીઓની હાજરીમાં યોજાયેલ બેઠકમાં સરકાર દ્વારા જાહેર કરાયેલ સમાધાન મુજબના ઠરાવ ન થતા તથા પડતર પ્રશ્નો ન ઉકેલાતા જબરજસ્ત આક્રોશની લાગણી વ્યક્ત કરાઈ હતી.

તેમજ સરકાર દ્વારા આગામી ૪ માર્ચ સુધીમાં સમાધાન અનુસારના ઠરાવો બહાર પાડવામાં નહીં આવે તો આગામી ૬ માર્ચના રોજ રાષ્ટ્રીય સંયુક્ત મોરચો સાથે જોડાયેલ સંગઠન ગુજરાતના સાડા આઠ લાખથી વધુથી શિક્ષક કર્મચારીઓ શિક્ષક કર્મચારીઓના હિતમાં આંદોલન કરી તે દિવસે મહામતદાન, ઓનલાઈન કામગીરીથી અળગા રહી ચોક ડાઉન, પેન ડાઉન કરશે. ત્યારબાદ પણ પડતર પ્રશ્નો ન ઉકેલાય તો ૯ માર્ચના રોજ ગાંધીનગર ખાતે મહાપંચાયત યોજવામાં આવશે. જેમા કેસરી ધ્વજ પતાકા સાથે સમગ્ર ગુજરાતના વિવિધ સંગઠનો સંલગ્ન એક લાખથી વધુ શિક્ષક કર્મચારીઓ ભગવા વસ્ત્રો, ખેસ, જય શ્રી રામ નામની પતાકા, સાફા પહેરી ગાંધીનગર ખાતે ઉમટી પડશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!