અખિલ ગુજરાત રાજપુત યુવા સંધ દ્વારા સર્વાનુમત્તે નક્કી કરી મોરબી જીલ્લા રાજપુત યુવા સંધ ની રચના કરવા મા આવી હતી. જેમા, ૪૫ વર્ષ થી ઓછી વય મર્યાદા નક્કી કરી મોરબી, ટંકારા, વાંકાનેર, હળવદ, માળીયા સહિતના તમામ તાલુકાનુ સંગઠન માળખુ જાહેર કરાયુ હતુ.
જેમા, મોરબી તાલુકા યુવા સંઘ ના પ્રમુખ તરીકે દિવ્યરાજસિંહ જાડેજા, મહામંત્રી મેઘરાજસિંહ જાડેજા ઉપરાંત, ઉપપ્રમુખ તરીકે ધર્મેન્દ્રસિંહ જાડેજા, જયદીપસિંહ સરવૈયા,યોગરાજસિંહ ઝાલા, મંત્રી પદે સુરેન્દ્રસિંહ ઝાલા, ભગીરથસિંહ પરમાર, પ્રદીપસિંહ ઝાલા, સંગઠન મંત્રી મુળરાજસિંહ જાડેજા, ભવદીપસિંહ, ક્રિપાલસિંહ જાડેજા, પ્રતિપાલસિંહ રાઠોડ, કારોબારી સભ્યો તરીકે ધર્મદિપસિંહ ઝાલા, ઓમદેવસિંહ ગોહિલ, કિશોરસિંહ ઝાલા, ઉપેન્દ્રસિંહ ઝાલા, સાંઈરાજસિંહ જાડેજા સહિતની જ્ઞાતિજનો સાથે વિચાર વિમર્શ કરી બિનહરીફ વરણી કરવામાં આવી હતી. તમામ નવા વરાયેલા હોદ્દેદારોને પ્રદેશ પ્રમુખ દિગ્વિજયસિંહ ઝાલા, પ્રદેશ મહામંત્રી રૂપેન્દૃસિંહ ઝાલા સહિતના રાજપુત યુવા સંધ ના આગેવાનોએ અભિનંદન શુભેચ્છા પાઠવ્યા હતા.