સરકારી-ખાનગી પ્રાથમિક શાળાઓમાં હાલ વિવિધ કાર્યક્રમો ચાલી રહ્યા છે. તેમાં બાળકોનાં જીવનમાં વિવિધ વિષયોનું જ્ઞાન પ્રાપ્ત થાય તે માટે અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત મોરબીની સાર્થક વિદ્યામંદિરમાં વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો.
અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત ગાયત્રી પરિવાર મોરબી દ્વારા ગઈકાલે તા.21/07/2025 ના રોજ સાર્થક વિદ્યામંદિર ખાતે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો. જેમાં મોરબી જિલ્લાના નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષ ભાઈ ભટ્ટ તેમજ ગાયત્રી પરિવાર મોરબી તરફથી અનિલ વિઠલાપરા, ગડારા પાર્થ તથા ગડારા વાત્સલ્યએ હાજર રહી બાળકોને વ્યસન ના કરવું અને બીજાને વ્યસન મુક્ત કરવા માટેના સપત લેવડાવ્યા હતા. તેમજ બાળકોને વ્યસન મુક્તિ અને વિધાર્થી જીવનમાં તેમને શું કરવું જોઈએ તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા ગાયત્રી પરિવાર મોરબીને સ્કુલના સંચાલક કિશોર શુક્લ તેમજ શાળાના અધ્યાપકો અને વિધાર્થીઓનો ખૂબ સારો સહકાર મળ્યો હતો. કાર્યક્રમના અંતે ગાયત્રી પરિવાર દ્વારા બાળકોને વ્યસન મુક્ત રહેવા માટે 100 જેટલી પુસ્તિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું.