શોભાયાત્રા તથા પૂજનમાં મોટી સંખ્યામાં રામભક્તો જોડાયા: શંકરપરા રામજી મંદિરે રામધૂનમાં પણ બોહોળી સંખ્યામાં લોકો રહ્યા ઉપસ્થિત
અયોધ્યાથી હળવદ આવેલ અક્ષત કળશનું સ્વાગત કરવા શોભાયાત્રા તથા પૂજન નું ભવ્ય આયોજન હળવદ શંકરપરા ખાતે કરવામાં આવ્યું હતું અયોધ્યામાં આગામી તારીખ 22 1 2024 ના શુભ દિવસે આરાધ્ય દેવ ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે તે અંતર્ગત અયોધ્યાથી હળવદ આવેલ અક્ષત કળશનું સ્વાગત શોભાયાત્રા તથા પૂજન નું ભવ્ય આયોજન હળવદ રામજી મંદિર ખાતે કરવામાં આવ્યું હતું રામધૂન નોકાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં રામ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા વાજતે ગાજતે ડીજેના તાલ સાથે કળશ યાત્રા શોભાયાત્રા નો ભવ્ય અક્ષત કળશના સ્વાગત માટે શંકરપરા રામજી મંદિર થી ટીકર રોડ થી બસ સ્ટેન્ડ રોડ થી રેલ્વે સ્ટેશન રોડ થી રામજી મંદિર શંકરપરા ખાતે અક્ષત કળશને લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેનુ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું અક્ષત કળશની શોભાયાત્રા માં ઉપસ્થિત ભાઈઓ બહેનો કોડ ડ્રેસ માં સાથે સાથે સાફ અને ભગવા ધ્વજ લોકોમાં અનેરૂ આકર્ષણ જમાવ્યું હતું.કળશનુ પુજન કરી શંકરપરા તેની પધરામણી કરવામાં આવી હતી.કેસરીયા રંગ થી ઉત્સવ મહોત્સવ જેવો લાગતો હતો. ભવ્યતિ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નાની નાની બાળો દ્વારા સામયું કરવામાં આવ્યો હતુ. તેમ જ હિન્દુ સમાજની નાની નાની બાળાઓની ઉપસ્થિતિમાં આગેવાનો ભાઈઓ બહેનો તેમ જ રામભક્ત દ્વારા અક્ષત કળશનું પૂજન કર્યું હતું. આ સમસ્ત અક્ષત કળશ શોભાયાત્રા તેમજ પૂજન કાર્યક્રમને સફળ બનાવવા શંકરપરા યુવા ગ્રુપના કાર્યકર્તા ભાઈઓ ભારે જહેમત ઉઠાવી હતી. સાથે સાથે બહેનો એ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.