મોરબી-માળીયા હાઇવે પર આવેલ હરીપર ગામના પાટિયા પાસે મરેઝો કાર નં. જીજે-૨૧-કે-૬૪૫૮ માંથી વેચાણ કરવાના ઇરાદે લવાતો ૩૮૪ બોટલ ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો છે જેમાં માળીયા(મી) પોલીસ દ્વારા મેકડોવેલ્સ નં. વન વહીસ્કી ૩૮૪ નંગ કિ. રૂ.૧,૪૪,૦૦૦ તથા એક કાર કી. રૂ.૪,૦૦,૦૦૦ મળી કુલ ૫,૪૪,૦૦૦નો મુદામાલ ઝપ્ત કરવામાં આવ્યો છે. જ્યારે આરોપી પોલીસને જોઈને કાર રેઢી મૂકી ફરાર થઇ જતા તેને પણ ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.









