રાજસ્થાનથી દારૂનો જંગી જથ્થો જૂનાગઢમા ઉતરે તે પહેલા મોરબી એલ.સી.બી. પોલીસે રેઇડ પાડી બંધ બોડીની ટાટા ગાડીમાં છુપાવી લઈ જવાતો ૪૭૦૦ બોટલ ઉપરાંતનો દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસે ૨૫ લાખ ઉપરાંતના મુદામાલ સાથે બે શખ્સોને પકડી પાડી આ પ્રકરણમાં સંડોવાયેલ એક ઈસમને ફરારી જાહેર કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
મોરબી એલસીબી પોલીસે વાંકાનેર બાઉન્ડ્રી ખાતેથી પસાર થતી બંધ બોડીની ટાટા ગાડીને અટકાવી તલાશી લેતા ગાડીમાંથી મેકડોવેલ્સ -૦૧ સુપીરીયર વ્હીસ્કીની બોટલો નંગ ૩,૬૦૦ કિ.રૂ .૧૩,૫૦,૦૦૦ અને ઓલસીઝન ગોલ્ડન કલેકશન રીઝર્વ વ્હીસ્કીની બોટલો નંગ -૧૧૧૬ કિ.રૂ .૬,૬૯,૬૦૦ તથા રોયલ ચેલેન્જ કલાસીક પ્રીમીયમ વ્હીસ્કીની બોટલો નંગ -૮૪ કિ.રૂ .૪૩,૬૮૦ નો દારૂનો જથ્થો ઝડપાયો હતો જેને લઈને પોલીસ પણ ચૌકી ઉઠી હતી અને દારૂની બોટલો તથા ટાટા ૧૧૦૯ ગાડી રજી.નં. GJ – 27 – TT – 7834 કિ.રૂ .૫,૦૦,૦૦૦, એન્ડ્રોઇડ મોબાઇલ ફોન -૨ કિ.રૂ .૧૦૦૦૦ તથા રોકડા રૂપીયા -૯,૮૦૦ તથા સહિત મળી કુલ કિ.રૂ .૨૫,૮૩,૦૮૦ના મુદામાલ સાથે આરોપી માંગીલાલ તેજારામ બીશ્નોઈ(રહે. સરણાઉ તા.સાંચૌર જી.જાલોર રાજસ્થાન) તથા કમલેશ રૂગનાથારામ બીશ્નોઈ (રહે. કેરવી રાજીવનગર તા.સાંચૌર જી.જાલોર)ની ધરપકડ કરી હતી જેની પૂછપરછ દરમિયાન આરોપી હીરારામ ઉર્ફે દેવીચંદ બીડદારામ બીશ્નોઈ (રહે. ડભાલ ગામ તા.સાંચૌર જી.જાલોર રાજસ્થાન)ની દારૂ પ્રકરણમાં સંડોવણી ખુલતા પોલીસે તેને ફરારી જાહેર કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ કામગીરીમાં એલસીબી પીઆઇ એમ.આર.ગોઢાણીયા, PSI એન.બી.ડાભી , એન.એચ.ચુડાસમા , એ.ડી.જાડેજા તથા ASI રજનીકાંત કૈલા , સંજયભાઇ પટેલ સહિતના કર્મચારીઓ-અધિકારીઓ જોડાયા હતા.