Tuesday, October 15, 2024
HomeGujaratમોરબીમાં મિસ-ફાયરિંગની ઘટનાના તમામ આરોપીઓ શરતી જામીનમુક્ત થયા

મોરબીમાં મિસ-ફાયરિંગની ઘટનાના તમામ આરોપીઓ શરતી જામીનમુક્ત થયા

મોરબીની હોથલ હોટલ પાસે બનેલ ચકચારી મિસફાયરીંગની ઘટનામાં સંડોવાયેલ મુખ્ય આરોપી સહિત તમામ આરોપીઓને મોરબી સેસન્સ કોર્ટ દ્વારા શરતી જામીન પર મુક્ત કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના શનાળા નજીક આવેલ હોથલ હોટલ પાસે ગેરકાયદેસર હથિયાર પીસ્તોલમાંથી મીસફાયરીંગની ઘટનામાં મુખ્ય આરોપી સહીત પાંચ જેમાં ભાર્ગવ ઉર્ફે મોન્ટુ પલ્લવભાઈ રાવલ, રવિ પરબતભાઈ ખટાણા, મહિપતસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા, પૃથ્વીરાજસિંહ ભગીરથસિંહ ઝાલા તથા મોહનભાઈ ઉર્ફે શીવમભાઈ ભગવાનજીભાઈ ભુંભરીયા વાળાની પોલીસે ધરપકડ કરેલ હતી .આ ચસકચારી કેસમાં આરોપીઓ દ્વારા તેમના વકીલ જીતેન્દ્રસિંહ જાડેજા અને મયુર પુજારા મારફત મોરબીની સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરેલ હતી. જેમાં આરોપીઓ તરફે તેમના વકીલ દ્વારા કરેલ કાયદાકીય દલીલોને ગ્રાહ્ય રાખીને મુખ્ય આરોપી સહિત તમામના શરતી જામીન મંજુર કર્યા છે. તમામ આરોપીઓ તરફે મોરબીના સીનીયર વકીલ જીતેન્દ્રસિંહ આર.જાડેજા (જીતુભા) અને મયુર પુજારા રોકાયેલ હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!