વાંકાનેરના નવાપરા વિસ્તારમાં બનેલા ચકચારી ધ્રુવ કેરવાડિયા હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. વાંકાનેર સીટી પોલીસે ગણતરીની કલાકોમાં ચાર આરોપી અને એક બાળકિશોરની ધરપકડ સાથે બે છરી અને ત્રણ મોટરસાયકલ કબ્જે કરવામાં આવ્યા છે. પીઆઈ એચ.એ. જાડેજા અને તેમની ટીમે ટેકનીકલ તથા હ્યુમન સોર્સથી તપાસ કરી આરોપીઓને ઝડપી પાડ્યા છે.
વાંકાનેર શહેરના નવાપરા વિસ્તાર ખાતે તાજેતરમાં બનેલા એક ચકચારી હત્યાકાંડનો વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન દ્વારા ગણતરીની કલાકોમાં ઉકેલ લાવવામાં આવ્યો છે. ફરીયાદી પ્રફુલભાઈ કેશુભાઈ કેરવાડિયા રહે.વાંકાનેર નવાપરા-પંચાસર રોડ મિટ્ટીકુલ કારખાનાની સામે વાળાની ફરિયાદ મુજબ, તેમના પુત્ર ધ્રુવ પ્રફુલભાઈ કેરવાડિયા ઉવ.૨૦એ વિપુલ દિનેશભાઈ સાથલિયા અને અન્ય લોકો વચ્ચે થયેલા ઝઘડામાં સમાધાન માટે ગયા હોય જેમાં વાતચીત દરમ્યાન આરોપીઓએ ગેરકાયદેસર મંડળી બનાવી બોલાચાલી અને મારામારી કરી, જેમાં કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરે ધ્રુવને છાતીમાં છરીનો ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી મોત નિપજાવ્યું હતું. આ ગંભીર ગુન્હાના કેસમાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી લેવા પોલીસ અધિક્ષક મુકેશ પટેલે તાત્કાલિક કડક સૂચનાઓ આપી હતી. તેમના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક પી.એ. ઝાલા અને વાંકાનેર સીટી પોલીસના પીઆઈ એચ.એ. જાડેજાએ અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. ટેકનીકલ સોર્સ અને હ્યુમન સોર્સથી માહિતી મેળવી પોલીસે ચાર આરોપી સાહિલ દિનેશભાઈ વિંજવાડીયા, રૂત્વિક જગદિશભાઈ સારલા, અનીલ રમેશભાઈ મકવાણા, સંજય ઉર્ફે કાનો દિનેશભાઈ દેગામા તેમજ એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને ઝડપી લીધા હતા. આ સાથે પોલીસે ગુન્હામાં ઉપયોગમાં લેવાયેલી બે છરીઓ તથા ત્રણ મોટરસાયકલ પણ કબ્જે કર્યા છે.
આ સફળ કામગીરીમાં વાંકાનેર સીટી પોલીસ મથક પીઆઈ એચ.એ.જાડેજા સાથે એ.એસ.આઈ. જનકભાઈ મારવણીયા, હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ વાધડીયા, રવીભાઈ લાવડીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, વિશ્વરાજસિંહ ઝાલા, રાણીંગભાઈ ખવડ, દર્શીતભાઈ વ્યાસ, વિપુલભાઈ પરમાર, હિતેન્દ્રસિંહ ઝાલા અને જગદીશભાઈ રંગપરા જોડાયેલ હતા.









