Friday, January 10, 2025
HomeGujaratઆહીર સમાજના SRP જવાનનાં ન્યાય માટે સમસ્ત આહીર સમાજ દ્વારા CM તથા...

આહીર સમાજના SRP જવાનનાં ન્યાય માટે સમસ્ત આહીર સમાજ દ્વારા CM તથા ગૃહમંત્રીને રજૂઆત કરાશે

ન્યાય નહીં મળે તો આગમી તા.૧૧ એપ્રિલના રોજ મોરબી જિલ્લાના વવાણીયા ગામથી લઈને જૂનાગઢ ના વંથલી સુધી ગૂજરાત ભરનો આહીર સમાજ રેલી યોજશે

- Advertisement -
- Advertisement -

તાજેતરમાં જૂનાગઢ નજીક આવેલ SRP કેમ્પમાં એક એસઆરપી જવાનનું શંકાસ્પદ હાલતમાં મોત થયું હતું. આ જવાન મોરબી જિલ્લાના મેઘપર ગામનો વતની હોય ઘટના સમયે મૃતકના પરિવાર સ્થળ પર પહોચ્યા હતા. શરુઆતથી ઘટના શંકાસ્પદ હતી, બીજી તરફ મૃતકના શરીરમાં ઈજાના નિશાન હોવાથી તેમની સાથે કોઈ અણબનાવ હોવાની શંકા પરિવારજનો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. પરિવારજનોએ જે-તે સમયે જૂનાગઢ જિલ્લા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવા માંગણી કરી હતી, પરંતુ આજ દિન સુધી કોઈ કાર્યવાહી થઇ નથી. આ મામલે ન્યાયની માંગ સાથે આહીર સમાજ દ્વારા CM તથા ગૃહમંત્રી સહિતના પદાધિકારીઓને રજૂઆત કરવાનું તથા એક મહા રેલી કાઢવાનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી આહીર સમાજના આગેવાનોના જણાવ્યા અનુસાર, ગામ મેઘ૫૨ તાલુકા માળિયા મી.નાં SRP માં જુનાગઢ PTCટ્રેનિંગ સેન્ટ૨માં ફરજ બજાવતા હતા. તે દરમ્યાન જે ઘટના બની તેનાથી બધા વાડેફ છીએ. આપણાં સમાજનાં આગેવાનો જુનાગઢ SP તથા તપાસ ક૨ના૨ અધિકારીને રજુઆત કરેલ ત્યારે એવું કહેવામાં આવેલ કે બ્રિજેશભાઇની PM રિપોર્ટ આવ્યા બાદ આપણે તપાસ આગળ વધશે. હવે PM રિપોર્ટ આવી ગયેલ છે. માટે આવતા દિવસોમાં જુનાગઢ SP, કલેકટ૨ને ગાંધીનગરમાં મુખ્યમંત્રીને તથા ગૃહમંત્રીને ૨જુઆત ક૨વા જવાનું આયોજન કરવામાં આવ્યું છે, જો હવે તપાસ યોગ્ય ૨ીતે નહિ થાય તો આહીર સમાજની મીટીંગ મોરબી ખાતે મળેલ તેમાં નક્કી થયા મુજબ વવાણીયાથી વંથલી (જુનાગઢ) સુધીની રેલીનું આયોજન આગામી 11/04/2023 નું નક્કી કરેલ હતું. જેમા ગુજરાતનાં દરેક તાલુકા જિલ્લાના તમામ ગામોમાથી મોટી સંખ્યામાં સમગ્ર ગુજરાત આહીર સમાજ રેલીમાં હાજર રહેશે. આહી૨ સમાજના તમામ સંગઠનોને તમામ રાજકીય આગેવાનોને સાથે રાખીને એવું નકી કરવામાં આવેલ છે. તેમ મોરબી આહીર સમાજના આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!