મોરબી વાંકાનેર વચ્ચે દોડતી તમામ ડેમુ ટ્રેનની ટ્રીપ ટેકનિકલ કારણોસર રદ કરી દેવામાં આવી હોવાનું રાજકોટ રેલવે ડિવિઝને જાહેર કર્યું છે.આથી વાંકાનેર ગામથી લાંબા અંતરની ટ્રેન પકડવા માગતા યાત્રિકોને તેની નોંધ લેવા જણાવાયું છે.
વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો આવતીકાલે તા.10 અને 11 જુલાઈના રોજ ટેકનિકલ કારણોસર રદ્દ કરવામાં આવી છે.રદ કરાયેલી ડેમુ ટ્રેનોમાં ટ્રેન નંબર 79452 મોરબી-વાંકાનેર, ટ્રેન નંબર 79442 મોરબી-વાંકાનેર, ટ્રેન નંબર 79454 મોરબી-વાંકાનેર, ટ્રેન નંબર 79444 મોરબી-વાંકાનેર, ટ્રેન નંબર 79446 મોરબી-વાંકાનેર, ટ્રેન નંબર 79448 મોરબી-વાંકાનેર, ટ્રેન નંબર 79441 વાંકાનેર-મોરબી, ટ્રેન નંબર 79443 વાંકાનેર-મોરબી, ટ્રેન નંબર 79453 વાંકાનેર-મોરબી, ટ્રેન નંબર 79445 વાંકાનેર-મોરબી, ટ્રેન નંબર 79447 વાંકાનેર-મોરબી તથા ટ્રેન નંબર 79451 વાંકાનેર-મોરબીનો સમાવેશ થાય છે. ત્યારે રાજકોટ ડિવિઝન પશ્ચિમ રેલવે દ્વારા રેલ યાત્રીઓને વિનંતી છે કે, તેઓ આ ફેરફારને ધ્યાનમાં રાખીને પોતાની યાત્રા શરૂ કરે અને ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સની જાણકારી માટે www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરે જેથી કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય તેમજ પશ્ચિમ રેલવે વિભાગ રાજકોટ મંડળની યાદીમાં જણાવ્યું છે