Friday, July 25, 2025
HomeGujaratઅખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધની શિક્ષણમંત્રી અને વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધની શિક્ષણમંત્રી અને વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ દ્વારા થોડા દિવસો પૂર્વે કર્ણાવતી ખાતે રાજ્યકારોબારીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચર્ચા થયેલ વિવિધ જિલ્લાના પ્રશ્નોનો ઉકેલવા માટે આજ રોજ શિક્ષણમંત્રી અને વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ દ્વારા વિવિધ 31 પ્રશ્નો તેમની સમક્ષ મૂક્યા હતા. અને આ પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવવા રજૂઆત કરવામાં આવી હતી. તેમજ આગામી દિવસોમાં શિક્ષણ વિભાગ અને નાણાં વિભાગના અધિકારી સાથે બેઠક યોજાવા તૈયારી pan દાખવી હતી.

- Advertisement -
- Advertisement -

ગુજરાત પ્રાંત શૈક્ષિક મહાસંઘ દ્વારા કર્ણાવતી ખાતે યોજાયેલ રાજ્યકારોબારીમાં આવેલ વિવિધ જિલ્લાના પ્રશ્નોનો ઉકેલવા માટે શિક્ષણમંત્રી અને વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં ૧/૪/૨૦૦૫ પછીના શિક્ષક કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગુ કરવા, પ્રાથમિક શાળાના શિક્ષકોને TPEO અને GES જેવી પરીક્ષાઓમાં એલિઝેબલ ગણવા માટે તત્કાલિક નિર્ણય કરવા, હાલમાં કરેલ BLO હુકુમ રદ કરવામાં આવે અને ચૂંટણી આયોગના નિર્દેશ મુજબ જુદાઈજુદા બાર કેડરને સમાન હુકમો કરવા, અનુદાનિત શાળાઓ માધ્યમિક, ઉમા શાળાઓ, આશ્રમ શાળાઓમાં ફરજ બજાવી HTAT મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતાં મુખ્ય શિક્ષકોને અગાઉની સેવા અને હાલની સેવા સાથે જોડી સળંગ નોકરી ગણી લાભ આપવા, પ્રાથમિક શાળાઓના આચાર્યોને મળતી આચાર્ય ગ્રાન્ટમાં વધારો કરવા, સીઆરસીબીઆરસીના પીટીએમાં વધારો કરવા તેમજ સીઆરસીબીઆરસી ની ભરતી પ્રક્રિયા દરમિયાન લાગુ કરેલ કુલિંગ સમયગાળો રદ કરી અને પ્રતિનિયુક્તિનો સમયગાળો પાંચ વર્ષનો કરવા, પ્રસુતિ રજા બાબતના ઠરાવમાં સુધારો કરી ૧૯૯૬ થી નિમણૂક પામેલ મહિલા શિક્ષકોને માતૃત્વની રજાનો લાભ આપી ઉચતર પગાર ધોરણમાં થતા અન્યાય ને દૂર કરવા, ૨૫૦ થી વધારે સંખ્યા ધરાવતી શાળાઓને શાળા સહાયક ફાળવવા, સરકાર દ્વારા તમામ શિક્ષક કર્મચારીઓને પ્રધાનમંત્રી આયુષ્યમાન અંતર્ગત ૧૦ લાખ ની મેડિકલ પોલિસી જાહેર કરવામાં આવી છે તે તાત્કાલિક લાગુ કરવામાં આવે અને ઠરાવ થયા પછી સારવાર લીધેલ કે લેવાના હોય તેમને તાત્કાલિક લાભ આપવામાં આવે શિક્ષકોને આ યોજનાનો લાભ આપવા હેલ્થ કાર્ડ તત્કાલિક ઇશ્યૂ કરવા તેમજ ૧૯૯૬ થી ફિક્સ પગારી ભરતી થયેલ તમામ શિક્ષકોને મળવાપાત્ર મેડિકલ રજાઓ સેવાપોથીમાં જમા કરાવવા ઠરાવ કરવા રજૂઆત કરવામાં આવી હતી. તેમજ મહાનગર પાલિકાના કર્મચારીઓને નિવૃતિ બાદ પેન્શન બે સ્થાને પેન્શન મંજૂર કરવામાં આવે છે જે બાબતે રાજ્ય સરકાર ઠરાવ સુધારો કરી કર્મચારીને આખરી નોકરી જયા કરી હોય તે જગ્યાએથી જ પેન્શન મંજૂર કરવા, Htat મુખ્ય શિક્ષકોના જિલ્લાફેર બદલી કેમ્પના બીજા તબક્કાની તારીખો અને જિલ્લા અરસ પરસ કેમ્પ યોજવાની તારીખો જાહેર કરવા, નવરચિત જિલ્લાઓના શિક્ષકોના GPF ના નાણાં જૂના જિલ્લામાંથી ટ્રાન્સફર કરી નવરચિત જિલ્લામાં GPF ખાતા ખોલી ઉપાડ માટેની વ્યવસ્થા કરવા , ખાલી રહેલી તમામ જગ્યાઓ પર સહાયકની ભરતી તાત્કાલિક કરવામાં આવે જે સહાયકનો કરાર પૂર્ણ થયો છે તે સહાયકનો કરાર સત્ર સુધી લંબાવવા અને સહાયક હાજર થયે જિલ્લાફેર બદલી થયેલ શિક્ષકોને ને તાત્કાલિક છુટા કરવા બાબતે પરિપત્ર કરવા, ધો.૬થી૮ ના ઉચ્ચ પ્રાથમિક શિક્ષકોને અલગથી પગારધોરણ આપવા, એ ટી ડી, સંગીત,સી પી એડ શિક્ષકોને ૧થી૮ ના સળંગ મહેકમમાં ગણવા, નગરપાલિકા મહાનગર પાલિકાના નોન પીટીશનર શિક્ષકોને ઉચ્ચત્તર પગાર ધોરણના લાભ પાત્રતા તારીખ થી આપવા, આગામી જિલ્લા ફેર બદલી કેમ્પ પૂર્ણ થાય ત્યારબાદ બીજીવાર જિલ્લાફેર કરાવવા માંગતા શિક્ષકોને નવેસરથી અરજીઓ સ્વીકારી બીજીવાર જિલ્લાફેર બદલીનો લાભ આપવા, મુખ્ય શિક્ષક પ્રમોશન આપવા બાબતે ફરજિયાત મુખ્યશિક્ષક પ્રમોશન કરેલ પરીપત્ર રદ કરી જે શિક્ષક મુખ્ય શિક્ષક બનવા માંગતા હોય તેમને મુખ્ય શિક્ષકનો ચાર્જ આપવામાં આવે HTAT પ્રમોશન મરજિયાત કરવા તેમજ અન્ય રાજ્યોની જેમ ફિક્સ પગારી નોકરીનો સમયગાળો બે વર્ષનો કરવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી. વધુમાં, ગણિત વિજ્ઞાન વિષયના શિક્ષક મિત્રોને સી.આર.સી બી.આર.સીની પરીક્ષામાં એલિઝિબલ ગણવામાં આવે
(22)SOE સિવાયની તેમજ એક શિક્ષક વાળી શાળાઓમાં જ્ઞાન સહાયક કે પ્રવાસી શિક્ષકોની નિમણૂક કરવા, આચાર્યના ચાર્જ બાબતે સિનિયોરિટી ગણવા માટે અગાઉની જેમ જ જે તે જિલ્લાની સિનિયોરિટી ધ્યાને લઈ ને જ સિનીયર શિક્ષકને જ મુ. શિ. નો ચાર્જ આપવામાં આવે અથવા પત્ર ક્રમાંક પી.આર.ઈ 122025/7-651/ક વિભાગના પત્ર અનુસંધાને પત્ર કરવામાં આવ્યો છે તેમાં સુધારો કરી જે શિક્ષક સિનિયોરિટી માં મુખ્ય શિક્ષક તરીકે આવતા હોય અને જિલ્લા ફેર થી આવેલા હોય અને ચાર્જ મુ. શિ નો ચાર્જ આવતો હોય તો તેમની સિનિયોરિટી વધ-ઘટ બદલી કેમ્પ અથવા તાલુકા ફેર બદલી કેમ્પોમાં પણ તેમની સિનિયોરીટી 0 ના ગણવા, દરેક જિલ્લાઓમાં એક સૂત્રતા જળવાઈ રહે તે માટે દરેક જિલ્લાઓમાં પાઠ્યપુસ્તક અને અન્ય સ્ટેશનરીનું સાહિત્ય વેકેશન પહેલા પહોંચાડવા, L.T.C માટે 30 પ્રાપ્ત રજાઓ જમા હોવી જોઈએ તો જ એલટીસીનો લાભ શિક્ષક ભાઈ બહેન લઈ શકે આ નિયમને દૂર કરવા, શાળા ઓમાં કોમ્પ્યુટર શિક્ષકની ભરતી કરવા, ધોરણ 1 થી 5 માં મહેકમ અનુસાર 120 થી 200 સંખ્યા પર વધારાના શિક્ષક મળવા પાત્ર છે જે ગેપ ખૂબ મોટી હોય એમાં સુધારો કરવા બાબત અને બાલ વાટિકા થી ધોરણ પાંચ સુધીમાં ઓછામાં ઓછા ત્રણ શિક્ષકોનું મહેકમ ફરજિયાત કરવા, સ્વચ્છતા ગ્રાન્ટમાં ફેર વિચારના કરી વધારો કરવામાં આવે અથવા શક્ય હોય તો ગ્રાન્ટને બદલે સફાઈ કામદારને શાળા દીઠ નિમણૂક આપવામાં, બાળકોને ધ્યાનમાં રાખી મધ્યાન ભોજન ના ટાઈમમાં ફેરફાર કરવા અને નવા બદલી નિયમોના પ્રકરણ H વિભાગ બ (૧)મુજબ સત્રાંતે વય નિવૃતિ થી ખાલી પડેલનવા બદલી નિયમોના પ્રકરણ H વિભાગ બ (૧)મુજબ સત્રાંતે વય નિવૃતિ થી ખાલી પડેલ જગ્યાઓ પર વધ પરત કેમ્પ પહેલા યોજવા અને ધોરણ 1 થી 5 ની નવી ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી હાલમાં ફરજ બજાવતા જ્ઞાન સહાયકનો કરાર રિન્યુ કરવા બાબત અને જ્ઞાન સહાયક ની નવી ભરતી કરી બદલી થયેલ શિક્ષકોને 100% છૂટા કરવા આ તમામ પ્રશ્નોના ઉકેલ માટે શિક્ષણ વિભાગ અને શિક્ષણ મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોર સાથેની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી અને આગામી દિવસોમાં શિક્ષણ વિભાગ અને નાણાં વિભાગના અધિકારી સાથે બેઠક થાય અને પ્રશ્નોનું નિરાકરણ લાવવા બાબતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ગુજરાત પ્રાંત ટીમ દ્વારા ભારપૂર્વક રજુઆત કરવામાં આવી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!