અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતની રાજ્ય કારોબારી કર્ણાવતીના મણિનગરના ડો. હેડગેવાર ભવન ખાતે યોજાઇ હતી. જેમાં મોરબી જિલ્લાના પંદર પ્રશ્નો રજૂ કરવામા આવ્યા હતાં. અને પ્રાંત ટિમ દ્વારા પ્રશ્નો ઉકેલવા માટે જે તે વિભાગ સાથે પરામર્શ કરવાની ખાત્રી આપવામાં આવી હતી.
અખિલ ભારતીય રાષ્ટ્રીય કારોબારી ગુજરાત પ્રાંતની કારોબારીની બેઠક કર્ણાવતીના મણિનગર ડૉ. હેડગેવાર ભવન ખાતે યોજવામાં આવી હતી. જેમાં મોરબી જિલ્લાના કુલ ૧૫ પ્રશ્નો રજૂ કરાયા હતા. જેમાં વર્ષ ૨૦૦૫ પછી નિમણુંક પામેલ શિક્ષકોને જૂની પેંશન યોજનામાં સમાવવા, વર્ષ ૨૦૦૫ પહેલાંના કર્મચારીઓની સીપીએફ કપાત બંધ કરી તા.01.04.2025 થી જીપીએફ એકાઉન્ટ ઓપન કરવા, વર્ષ ૨૦૧૩ માં થયેલ નવ રચિત જિલ્લાઓના શિક્ષકોના જીપીએફના નાણાં જુના જિલ્લામાંથી નવ રચિત જિલ્લામાં ટ્રાન્સફર કરવા, સીપીએફ એકાઉન્ટ ઓપન કરવામાં પાંચ પાંચ વર્ષ જેટલો સમય વ્યતીત થઈ જાય છે, ઝડપથી કાર્યવાહી થાય એ માટે જિલ્લા કક્ષાએ કેમ્પનું આયોજન કરવું, દર વર્ષે માર્ચ માસમાં ગરમીનું પ્રમાણ ખુબજ વધી જતું હોય 15મી માર્ચથી શાળાનો સમય સવારનો કરવા, સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા SMC, CRC, BRC ને આપવામાં આવતી ગ્રાન્ટની લિમિટ હાલ જે 25% આપવામાં આવે છે એના બદલે પ્રથમ શૈક્ષણિક સત્ર શરૂ થાય ત્યારે 50% અને દ્વીતિય સત્ર શરૂ થાય ત્યારે જમા કરવા, સમગ્ર શિક્ષા અભિયાનમાં નાણાંકીય ઔચિત્યના સિદ્ધાંતો મુજબ વર્ષોથી રૂપિયા 2000/- ની ખરીદી પર ત્રણ ભાવ લેવાની જોગવાઈ છે એમાં ફેરફાર કરી હાલના મોંઘવારીના સમયમાં 5000/- રૂપિયાની કોઈ એક જ વસ્તુની ખરીદી પર ત્રણ ભાવ લેવાની જોગવાઈ કરવી, સીઆરસી/બીઆરસી ભરતીમાં ગણિત,વિજ્ઞાન શિક્ષકોને નિમણુંક આપવાની છૂટ આપવી, ખાતાકીય પરીક્ષા કલાસ-2ની પરીક્ષામાં લાયકાત ધરાવતા પ્રાથમિક શિક્ષકોને પરીક્ષા આપવાની છૂટ આપવી, વર્ષ દરમ્યાન શિક્ષકોને પોતાના વર્ગ બાળકોના ભોગે ઘણી બધી તાલીમો આપવામાં આવે છે એ તાલીમ ઓછી કરવી, દર વર્ષે વિદ્યાર્થીઓને આપવામાં આવતી શિષ્યવૃત્તિની દરખાસ્ત કરવાની પ્રક્રિયા ખુબજ જટિલ હોય એને સરળ કરવી, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની શિક્ષણ શાખાઓમાં કલાર્કની નિમણુંક કરવી, એસ.ઓ.ઈ. સિવાયની તેમજ એક શિક્ષક વાળી શાળામાં જ્ઞાન સહાયક કે પ્રવાસી શિક્ષકોની નિમણુંક કરવી, પે-સેન્ટર શાળામાં ફેરફાર કર્યા વગર પે-સેન્ટર તેમજ 300 વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી શાળામાં શાળા સહાયકની નિમણુંક કરવી અને વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રવાસની મંજૂરી આપવા બાબતે પ્રશ્નો મુકાયા હતા. જે કારોબારી બેઠકમાં હિતેશભાઈ ગોપાણી પ્રાંત સંગઠન મંત્રી પ્રાથમિક સંવર્ગ, દિનેશભાઈ વડસોલા જિલ્લા અધ્યક્ષ, કિરણભાઈ કાચરોલા મંત્રી, પ્રવિણભાઈ ધોળુ કાર્યકારી અધ્યક્ષ, સંદીપભાઈ આદ્રોજા વરિષ્ઠ ઉપાધ્યક્ષ, હિતેશભાઈ પાંચોટીયા સહ સંગઠન મંત્રી, નિરવભાઈ બાવરવા પ્રચાર મંત્રી વગેરેએ ઉપસ્થિત રહી પંદર જેટલા શૈક્ષણિક,વિદ્યાર્થીઓ અને શિક્ષકોના પ્રશ્નો રજૂ કર્યા હતા.