Friday, April 26, 2024
HomeGujaratજેલમાં બંધ તમામ કેદીને મળશે ટેલિફોન સુવિધા, ગુજરાત સરકારનો નોંધપાત્ર નિર્ણય

જેલમાં બંધ તમામ કેદીને મળશે ટેલિફોન સુવિધા, ગુજરાત સરકારનો નોંધપાત્ર નિર્ણય

ગુજરાત સરકારે જેલને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જેમાં રાજ્યની જેલોમાં તમામ કેદીઓને ટેલીફોનની સુવિધા મળશે. સરકારના નિર્ણય પ્રમાણે કાચા કામના અને પાકા કામના તમામ કેદીને ટેલીફોનની સુવિધા મળશે. રાજ્ય સરકારે અગાઉના પરિપત્રને રદ્દ કરી નવો પરિપત્ર બહાર પાડ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પૂર્વ આઈપીએસએ આ વિશે ગુજરાત હાઈકોર્ટમાં એક અરજી કરી હતી. જેથી રાજ્યની તમામ જેલમાંકાચા અને પાકા કામનાકેદીને ટેલિફોનની સુવિધા મળશે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવાયો છે. સરકાર હવે રાજ્યની તમામ જેલોમાં બંધ કાચા કામના કેદી અને પાકા કામના કેદીઓને ટેલિફોનની સુવિધા ઉપલબ્ધ કરાવશે.

- Advertisement -
- Advertisement -

એન.ડી.પી.એસ અને અન્ય ગંભીર પ્રકારના ગુનાઓમાં બંધ આરોપી અથવા સજા પામેલા કેદીઓને ટેલિફોનની સુવિધા ઉપલબ્ધ નહીં કરાવવા બાબતના વર્ષ ૨૦૧૪ના પરિપત્રમાં કરવા આવેલી જોગવાઇઓને રદ કરી દીધી છે. અત્રે નોંધનીય છે કે,જેલમાં બંધ કેદીઓને ટેલિફોનની સુવિધા મળવી જોઈએ તેવી રજૂઆત સાથે એનડીપીએસ કેસમાં આરોપી પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ હાઇકોર્ટમાં કરેલી અરજીના પગલે સરકારે જેલમાં બંધ કેદીઓ માટે આ નિર્ણય લીધો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!