સમસ્ત જૈન સમાજ મોરબી દ્વારા વસંત પ્લોટમાં આવેલ બોયઝ હાઈસ્કૂલ ખાતે મોરબી શહેરમાં વસતા ૪૫ વર્ષથી વધુ ઉમરનાં સર્વ જ્ઞાતીનાં ભાઈઓ-બહેનો માટે આવતીકાલે તા. ૩નાં રોજ સવારે ૯:૩૦ થી સાંજે ૪:૩૦ વાગ્યા સુધી નિ:શુલ્ક કોવિડ રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ રસીકરણ કેમ્પમાં વધુમાં વધુ લોકોને ભાગ લેવા સમસ્ત જૈન સમાજ મોરબી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. રસી મુકાવવા ઈચ્છતા ભાઈઓ-બહેનોએ પોતાનું ઓરીજીનલ આધારકાર્ડ સાથે રાખવું આવશ્યક છે.