Monday, November 25, 2024
HomeGujaratચોમાસાને અનુલક્ષીને મોરબી જિલ્લા પંચાયત દ્વારા તમામ તલાટી મંત્રીઓને ફરજિયાત હાજર રહેવા...

ચોમાસાને અનુલક્ષીને મોરબી જિલ્લા પંચાયત દ્વારા તમામ તલાટી મંત્રીઓને ફરજિયાત હાજર રહેવા સૂચના અપાઈ

મોરબી જિલ્લામાં વર્ષાઋતુની શરુઆત થતાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા અનેક જગ્યાએ અતિ ઝડપથી પવન ફુંકાવાની સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેથી ગ્રામ પંચાયત ખાતે ગ્રામ પંચાયત સેક્રેટરીની હાજરી અનિવાર્ય હોય જેથી તલાટી મંત્રીઓને તંત્રએ આપેલ સૂચનાઓનું પાલન કરી હેડ ક્વાટર ખાતે હાજર રહેવા ફરમાન કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, હવામાન વિભાગ દ્વારા ઝડપથી પવન સાથે ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે. જેને લઇને તંત્રએ પરિપત્ર જાહેર કરી ગ્રામ પંચાયત સેક્રેટરીની હાજરી અનિવાર્ય હોય જેથી તલાટી મંત્રીઓને પરિપત્રના નિયમોનું પાલન કરી તમામ તલાટી કમ મંત્રીઓ ફરજિયાત હેડક્વાર્ટર પર હાજર રહે તે માટેની સુચના આ૫વામાં આવી, અને સેજાના તેમજ ચાર્જના ગામમાં હાજરી આપવાની થાય તો તેની જાણ અગાઉથી સરપંચ તથા વિસ્તરણ અઘિકારી (પંચાયત) ને કરવી અને કયા વારે કયા ગામે હાજર રહેવાને છે તે અંગેનું બોર્ડ ગ્રામ પંચાયત ખાતે ફરજિયાત લગાવવું, તાલુકા કક્ષાની અઠવાડિક બેઠકમાં હાજર રહેવાનુ હોય ત્યારે તેની જાણ પણ સરપંચને કરવી અને બેઠક પુર્ણ થયા બાદ તાત્કાલિક ફરજ પર હાજર થઇ જવાનું રહેશે, તાલુકા વિકાસ અઘિકારી દ્રારા બિન અઘિકૃત ગેરહાજર રહેનાર તલાટી કમ મંત્રીની જે તે દિવસની બિન પગારી રજા ગણવાની રહેશે અને વાંરવાંર આવુ બનવા પામે તો શિક્ષાત્મક કાર્યવાહી હાથ ઘરવા સુચના આપવામાં આવે છે, વિસ્તરણ અઘિકારી(પંચાયત) સંવર્ગના કર્મચારીઓએ ગ્રામ પંચાયત ખાતે તલાટી કમ મંત્રીની હાજરીની ખરાઇ કરવાની રહેશે અને તેનો હકીકત લક્ષી અહેવાલ તાલુકા વિકાસ અઘિકારી મારફત જિલ્લા પંચાયત કચેરી ખાતે મોકલ આપવાનો રહેશે, ગ્રામ્ય કક્ષાએ ભારે વરસાદ દરમિયાન ઉપલબ્ઘ ટ્રેકટર, જે.સી.બી, બુલડોઝર, ટ્રક વગેરે વાહન માલિકોની સંપર્ક યાદી તલાટી કમ મંત્રીએ તૈયાર કરવી તેમજ આ બાબતની કામગીરીની ચકાસણી વિસ્તરણ અઘિકારી(પંચાયત)એ કરવાની રહેશે, વરસાદ દરમિયાન તલાટી કમ મંત્રીઓએ ફરજ પર સતત સ્ટેન્ડ બાય રહેવાનું રહેશે તથા આવશ્યક તમામ જરૂરી પગલા લેવાના રહેશે તેમજ તેઓના વિસ્તારમાં કોઇ દુર્ઘટના બને તો તેની જાણ તરત જ જિલ્લા કક્ષાએ કરવાની રહેશે તેવો પરિપત્ર જિલ્લા પંચાયત મોરબી દ્વારા આપવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!