સામાન્ય રીતે વૃદ્ધાવસ્થા એટલે પતિ પત્નીએ એક બીજાનો ટેકો આપી ને પોતાની લાગણી દર્શાવવાની અવસ્થા કહી શકાય પરંતુ મોરબીના પ્રેમજીનગર ગામે વૃદ્ધ પતિએ પોતાની પત્નીને છરી વડે રહેંસી નાખી હતી અને હાલ પોલીસે તેને ઝડપી પાડ્યો છે.
બનાવની વધુ વિગત મુજબ મોરબી તાલુકાના પ્રેમજી નગર ગામે ગઈકાલે રાત્રે હત્યાનો બનાવ સામે આવ્યો હતો જેમાં મકાન વેચાણ ના પૈસા બાબતે ઝઘડો થયા ગંગાબેન રામજીભાઈ રાણવા(ઉ.વ.૬૦) ને તેના જ પતિ રામજીભાઈ ચકુંભાઈ રાણવા(ઉ.વ.૬૨)એ છરીના ઘા ઝીંકી રહેંસી નાખી હતી ત્યારે આ બાબતે મૃતક અને આરોપી ના પુત્ર જીતુભાઇ રામજીભાઈ રાણવા એ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં મોરબી તાલુકા પોલીસે ગણતરીની કલાકોમાં આરોપી વૃદ્ધ પતિની અટકાયત કરી કોવિડ ટેસ્ટ કરાવી વિધિવત રીતે ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે.