રાજ્યના નવા મંત્રીમંડળમાં ધરખમ ફેરફાર બાદ ભારતીય જનતા પાર્ટી નવા રાહ પણ નક્કી કરી રહી છે ત્યારે ચૂંટણીઓ પહેલાજ ભાજપ દ્વારા કમર કસી કસરત શરૂ કરી દેવામાં આવી છે જેમાં નવા બનેલા કેબિનેટ કક્ષાના મંત્રીઓ અને રાજયકક્ષાના મંત્રીઓને જુદા જુદા જીલ્લાના પ્રભારી મંત્રીની જવાબદારીઓ સોંપવામાં આવી છે.
જેમાં કેબિનેટ કક્ષાના મંત્રીઓની વાત કરીએ તો રાજેન્દ્ર ત્રિવેદીને અમદાવાદ- ખેડા જીલ્લા ,જીતુ વાઘાણીને સુરત – નવસારી જીલ્લા,ઋષિકેશ પટેલ જૂનાગઢ – ગીર સોમનાથ જીલ્લાના, પુરણેશ મોદી રાજકોટ – મોરબી જીલ્લાના, રાઘવજી પટેલ ભાવનગર – બોટાદ જીલ્લાના, કનું દેસાઈ જામનગર- દેવભૂમિ દ્વારકા જીલ્લાના, કિરીટસિંહ રાણા બનાસકાંઠા-પાટણ જીલ્લાના, નરેશ પટેલ વડોદરા – છોટાઉદેપુર જીલ્લાના, પ્રદીપ પરમાર સાબરકાંઠા-અમરેલી જીલ્લાના, અર્જુનસિંહ ચૌહાણ મહેસાણા જીલ્લાના પ્રભારી મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે
જ્યારે રાજયકક્ષાના મંત્રીઓ ની વાત કરવામાં આવવા તો તે તમામ ને એક એક જીલ્લાના પ્રભારી જવાબદારી સોંપવામાં આવી છે જેમાં હર્ષ સંઘવીને ગાંધીનગર જીલ્લાના, જગદીશ પંચાલ નર્મદા જીલ્લાના, બ્રિજેશ મેરજા અમરેલી જીલ્લાના, જીતુ ચૌધરી દાહોદ જીલ્લાના, મનીષા વકીલ મહીસાગર જીલ્લાના, મુકેશ પટેલ ભરૂચ જીલ્લાના ,નિમિષા સુથાર ડાંગ જીલ્લાના, અરવિંદ રૈયાણી કચ્છ જીલ્લાના, કુબેર ડીંડૉર તાપી જીલ્લાના, કિર્તીસિંહ વાઘેલા વલસાડ જીલ્લાના, ગજેન્દ્રસિંહ પરમાર આણંદ જીલ્લાના,રાઘવ મકવાણા પોરબંદર જીલ્લાના,વિનોદ મોરડીયા પંચમહાલ જીલ્લાના અને દેવા માલમ સુરેન્દ્રનગર જીલ્લાના પ્રભારી મંત્રીની જવાબદારી સોપવામાં આવી છે.
ઉલ્લેખનિય છે કે આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી મહેનત કરવામાં કોઈ કચાશ બાકી રાખવા નથી માંગતી અને એડી ચોટીનું જોર લગાવી જીતનો તાજ મેળવવા ઈચ્છે છે ત્યારે આગામી સમયમાં ગ્રાઉન્ડ લેવલે પણ નાનાં કાર્યકરોથી લઈને જિલ્લાનાં અને સંગઠનના કાર્યકરો અને આગેવાનોને પણ જવાબદારીઓ સોંપવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઇ રહી છે.