Sunday, December 29, 2024
HomeGujaratમોરબી સિવિલમાં હડકાયા કુતરાના ઇન્જેકશનનો જથ્થો ફાળવાયો

મોરબી સિવિલમાં હડકાયા કુતરાના ઇન્જેકશનનો જથ્થો ફાળવાયો

મોરબીના સામાજીક કાર્યકરોની રજુઆત રંગ લાવી : મોરબી સિવીલ હોસ્પિટલમાં 500 ઈન્જેક્શન ફાળવાયા

- Advertisement -
- Advertisement -

મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઇ દવે, જીજ્ઞેશભાઇ પંડયા, જગદીશભાઇ જી. બાંભણીયા દ્વારા હાલમાં કલેક્ટરને રજુઆત કરવામાં આવી હતી કે મોરબી, માળિયા, વાંકાનેર, હળવદ અને ટંકારા તાલુકામાં અનેક જગ્યાએ હડકાયા કુતરાઓ માણસો તથા નાના છોકરા તથા ઢોરને બચકાં ભરી જાય તેવી ઘટનાઓ બને છે ત્યારે મોરબીની સીવીલ હોસ્પીટલમાં જ છેલ્લા દોઢથી બે મહિનાથી હડકાયા કુતરાના ઇન્જેકશન ઉપલબ્ધ નથી જેથી લોકોને રાજકોટ જવાની ફરજ પડે છે અને પ્રાઇવેટ હોસ્પિટલમાં ઇન્જેકશના 1500 થી 2000 રૂપીયા લેવામાં આવે છે જે તમામને પરવડે તેમ નથી જેથી કરીને કલેકટર દ્વારા આર.એમ.ઓ.ને ભલામણ કરીને તાત્કાલિક સીવીલ હોસ્પીટલમાં હડકાયા કુતરા કરડ્યા હોય તે વ્યક્તિને આપવાના થતાં ઇન્જેકશનની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી હતી. ઉપરોક્ત માંગને ધ્યાને લઈ મોરબી નિવાસી અધિક કલેકટર કેતન જોષીએ તા.18/5/2021 ના રોજ પત્ર દ્વારા આરએમઓને તાત્કાલિક ઈન્જેક્શનનો જથ્થો મંગાવવા ભલામણ કરવામાં આવતા મોરબી સિવીલ હોસ્પિટલના ઈન્ચાર્જ અધિક્ષક ડો. કે. આર. સરડવાએ ખાસ ઓર્ડર થી 500 જેટલા ઈન્જેક્શન ની વ્યવસ્થા કરવામાં આવતા સામાજીક કાર્યકરોએ અધિક નિવાસી કલેકટર કેતન જોષી, અને હોસ્પિટલના ઈન્ચાર્જ અધિક્ષક ડો. સરડવાનો આભાર વ્યક્ત કર્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!