Wednesday, November 6, 2024
HomeGujaratવવાણીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સનું લોકાર્પણ મંત્રી બ્રિજેશ મેરજાના હસ્તે કરાયું

વવાણીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સનું લોકાર્પણ મંત્રી બ્રિજેશ મેરજાના હસ્તે કરાયું

રાજ્ય સરકારનો સૌનો સાથ, સૌનો વિકાસના અભિગમને આગળ ધપાવી રહ્યા છીએઃ મંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજા

- Advertisement -
- Advertisement -

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાની ધારાસભ્ય ગ્રાન્ટમાંથી માળીયા તાલુકાના વવાણીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે શુક્રવારે મોરબી-માળીયા ધારાસભ્ય અને મંત્રી બ્રિજેશભાઇ મેરજાની વિશેષ ઉપસ્થિતિમાં અંદાજે ૧૫.૫૮ લાખ રૂપિયાના ખર્ચે વવાણીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સુવિધાનો ઉમેરો કરવા માટે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં મંત્રીબ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે, આર્થિક, સામાજિક, શૈક્ષણિક રીતે નબળા અને છેવાડાના વ્યક્તિને આરોગ્યલક્ષી સુવિધાઓ માટે આ એમ્બ્યુલન્સ ખૂબ જ ઉપકારક નીવડશે. આ ઉપરાંત વવાણીયા ગામમાં એક કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મકાનનું કામ અંતિમ ચરણોમાં હોવાનું પણ મંત્રીએ જણાવી ટૂંક સમયમાં તેનું લોકાર્પણ કરવામાં આવશે તેની ખાતરી આપી હતી. આ પ્રસંગે મંત્રીએ યુવાનોને વ્યસન અને ફાસ્ટ ફૂડથી મુક્ત બની પહેલુ સુખ તે જાતે નર્યા ની લોકોક્તિને સાર્થક કરવા આહ્વાન કર્યું હતું.

આ પ્રસંગે મોરબી-માળીયા ધારાસભ્ય અને મંત્રી બ્રિજેશભાઇ મેરજાની ધારાસભ્યની ગ્રાન્ટમાંથી વવાણીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી જે.એમ. કતીરાને ચાવી અર્પણ કરવામાં આવી હતી અને મંત્રીએ લીલીઝંડી આપીને એમ્બ્યુલન્સને પ્રસ્થાન કરાવ્યું હતું.

માળીયા તાલુકાના વવાણીયા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં માળીયા તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઇ ડાંગર, જિલ્લા ભાજપ મહામંત્રીઓ બાબુભાઇ હુંબલ અને જયુભા જાડેજા, અગ્રણી સુભાષભાઇ પડસુંબીયા, ગામના સરપંચતેમજ પૂર્વ સરપંચ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, હળવદ માળીયા પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય, જિલ્લા આરોગ્ય અધિકારી જે.એમ. કતીરા, માળીયા મામલતદાર ડી.સી. પરમાર, તાલુકા વિકાસ અધિકારી રીઝવાન કોંઢીયા, આરોગ્ય વિભાગના બાવરવા અને ગાંભવા અને તમામ સ્ટાફના કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન દિનેશભાઇ વડસોલા દ્વારા કરવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!