મોરબી જિલ્લામાં ઠેર ઠેર ગણપતિજીની મૂર્તિ સ્થાપન કરી મહોત્સવની ભારે ઉલ્લાસ સાથે લોકો ઉજવણી કરી રહ્યા છે,આ દરમિયાન તમામ દિવસે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવે છે. જેમાં બાળકોથી લઈને વૃદ્ધ લોકો આ ઉજવણીમાં હર્ષ ઉલ્લાસથી ભાગ લઈ ઉજવણી કરે છે. ત્યારે મોરબીમાં અમૃતનગર પરિવાર આયોજિત ગણેશ ઉત્સવની અખોરી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે.
મોરબી જિલ્લાના રવાપર રોડ પર આવેલ અમૃતનગરમાં અમૃતનગર પરિવાર દ્વારા ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેને ૩૦૦ બાળકોના ચહેરા પર સ્મિત આવી છે. ઉજવણી વિષે વાત કરીએ તો દર વર્ષે ગણેશ ઉત્સવની અમૃતનગર પરિવાર દ્વારા નાના બાળકોને રમત રમાડી અને અંતે દરરોજ બધાને ગિફ્ટ આપીને ઉજવણી કરવામાં આવે છે. જેમાં દરરોજ ૩૦૦થી વધુ બાળકો અલગ-અલગ સોસાયટીમાથી સાંજે 9 થી 10 વાગ્યાના સમયે આવે ભાગ લે છે. ત્યારે આ કાર્યક્રમમાં દરરોજ ૩૦૦ કરતા વધુ બાળકોને શૈક્ષણિક કીટ સહિતની અલગ અલગ ભેટ આપવામાં આવે છે. તેવી જ રીતે અમૃતનગર પરિવાર દ્વારા ગણેશ ઉત્સવમાં હાજર કોઈ પણ સોસાયટીના બાળકને ભેટ આપવાનું અનેરું કાર્ય કરવામાં આવે છે. અને દરરોજ બાળકોને મનોરંજન માટે અલગ અલગ વેસભુશા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.