Friday, December 27, 2024
HomeNewsHalvadહળવદમાં ૧૧ વર્ષનું બાળક ગુમ થતાં બે દિવસથી કોઇ પતો ના લાગતા...

હળવદમાં ૧૧ વર્ષનું બાળક ગુમ થતાં બે દિવસથી કોઇ પતો ના લાગતા પોલીસ ફરિયાદ નોંધાઈ 

હળવદની મોરબી ચોકડી પર આવેલ એક કારખાનામાં રહેતા પ્રજાપતિ પરિવારનો ૧૧ વર્ષનો દીકરો ગઈકાલે બપોરે ગુમ થતા પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ સાંજ સુધી આ બાળક મળી ન આવતા આખરે પરિવારજનો દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવતા હાલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

- Advertisement -
- Advertisement -

હળવદ માળીયા હાઈવે પર આવેલ મોરબી ચોકડી પરના વિશાલ પેકેજીંગ નામના કારખાનામાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા જયેશભાઈ પ્રજાપતિને સંતાનમાં બે દીકરા હોય જેમાં મોટો દીકરો ધ્રુવ ઉર્ફે કાનો ઉંમર ૧૧ અને તેનો નાનો ભાઈ શિવમ બંને ગઈકાલે બપોરના રમતા હતા એ વેળાએ શિવમ ઘરે જઈ સૂઈ ગયેલ અને ધ્રુવ ઉર્ફે કાનો ઘરે ન આવતા તેના પરિવારજનો દ્વારા આજુબાજુમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી

પોલીસ દ્વારા આજુ બાજુમાં રહેલ સીસી ટીવી કેમેરાના ફૂટેજ જોઈ તપાસ હાથ ધરી છે સાથે જ બાળકના પરિવારજનો દ્વારા પણ તેઓના સગાવ્હાલાં તપાસ કરી રહ્યા છે તેમ છતાં પણ હજુ સુધી એટલે કે આજે બે દિવસ થયા છતાં બાળકની કોઇ જ ભાળ મળી નથી જે જો કોઈને આ ફોટામાં રહેલ બાળક ક્યાંય નજરે ચડે તો હળવદ પોલીસ અથવા તો તેના પરિવારજનોના મોબાઈલ નંબર ૯૬૬૪૯૬૧૪૦૬  પર સંપર્ક કરવા પરિવાર દ્વારા અપીલ કરાઇ છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!