Thursday, June 12, 2025
HomeGujaratમોરબી મહેન્દ્રનગર ચોકડી નજીક અજાણી કારની ઠોકરે રોડ ક્રોસ કરી રહેલ ૧૧...

મોરબી મહેન્દ્રનગર ચોકડી નજીક અજાણી કારની ઠોકરે રોડ ક્રોસ કરી રહેલ ૧૧ વર્ષીય બાળક ઇજાગ્રસ્ત.

મોરબી મહેન્દ્રનગર ચોકડી નજીક હરિગુણ રેસિડેન્સી સામેનો રોડ ક્રોસ કરી રહેલા ૧૧ વર્ષીય બાળકને હળવદ તરફથી આવતી અજાણી કારે હડફેટે લેતા, બાળક રોડ ઉપર પટકાયો હતો, જે અકસ્માતમાં બાળકને માથામાં હેમરેજ જેવી ગંભીર ઇજાઓ પહોંચી હતી. હાલ ઇજાગ્રસ્ત બાળકના મામાની ફરિયાદને આધારે બી ડિવિઝન પોલીસે અજાણી કારના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડી લેવા અલગ અલગ દિશામાં તપાસ ચલાવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી-૨ મહેન્દ્રનગર ચોકડી પીપળી રોડ ઉપર હરિગુણ રેસિડેન્સીમાં રાજધીર પેલેસ બી ૨૦૧ માં રહેતા મૂળ જીવાપર ચકમપરના વતની પરેશભાઈ નરશીભાઈ કાલરીયા ઉવ.૪૦ એ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં અજાણી કર્ણ ચાલક વિરુડજ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ગઈ તા.૧૭/૦૫ ના રોજ રાત્રીના અગિયાર વાગ્યાની આસપાસ પરેશભાઈ તેમની દીકરી અને ૧૧ વર્ષીય ભાણેજ યુગ સાથે હરિગુણ રેસિડેન્સી સામે રોડ ઉપર બીલવા પ્લાઝામા આઇસ ગોલા ખાઈ ચાલીને ઘરે પરત જતા હોય ત્યારે રોડ ક્રોસ કરતી વેળા મહેન્દ્રનગર ચોકડી તરફથી આવતી અજાણી સફેદ કલરની કારના ચાલકે પોતાની કાર પુરઝડપે ચલાવી આવી પરેશભાઈના ભાણેજ યુગને ટક્કર મારી ઉપરોક્ત કાર ચાલક પોતાની કાર લઈને પીપળી રોડ તરફ નાસી ગયો હતો. ત્યારે ઇજાગ્રસ્ત હાલતમાં યુગને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ વધુ સારવાર માટે રાજકોટ રીફર કરાયો હતો, જ્યાં માથામાં હેમરેજ જેવી ઇજાઓની સારવાર લીધી હતી. હાલ પોલીસે અકસ્માત સર્જનાર આરોપી અજાણી સફેદ કલરની કારના ચાલકને શોધવા કવાયત શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!