મળતી માહિતી અનુસાર મોરબી તાલુકાના બેલા(આમરણ) ગામે રહેતા હિરલબેન ઘેલાભાઇ ભરવાડ ઉવ.૧૮ એ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે મૃતક હિરલબેનની ડેડબોડી તેમના ભાઈ કિશનભાઈ દ્વારા મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવતા પોલીસે હિરલબેનના મૃત્યુ અંગે તાલુકા પોલીસ મથકમાં અ.મોત રજી.કરી આપઘાત કરવા પાછળના કારણો સહિતની તપાસની તજવીજ હાથ ધરી છે.