Saturday, July 27, 2024
HomeGujaratમોરબીના દારૂના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો

મોરબીના દારૂના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો

રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સારૂ મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીને સુચના કરેલ હોય જેથી તેઓએ મોરબી જિલ્લા પોલીસને સૂચનાનું પાલન કરવા જણાવતા મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચે કામગીરી કરતા દરમિયાન મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચના પી.આઇ. ડી.એમ. ઢોલને નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ જરૂરી સુચના માર્ગદર્શન આપતા એલ.સી.બી. પેરોલ ફર્લોસ્કોડ, મોરબીના સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ પ્રયત્નશીલ હતા. દરમ્યાન પેરોલ ફર્લો સ્કોડની ટીમને હકિકત મળેલ કે, મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશન વિસ્તારનાં પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી સાજીદ ઉર્ફે સાજલો અબ્દુલભાઇ સુમરા (રહે. વીસીપરા મસ્જીદ વાળી શેરીમાં) હાલ તેના રહેણાંક મકાન વાળી શેરીમાં ઉભેલ હોવાની હકીકત મળતા પોલીસ કર્મચારી સાથે હકીકત વાળી જગ્યાએ તપાસ કરતા પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી સાજીદ ઉર્ફે સાજલો અબ્દુલભાઇ સુમરા મળી આવેલ પરંતુ આરોપીને અટક કરવા પહેલા કોવીડ-૧૯ અંતર્ગત મેડીકલ તપાસણી કરાવવી જરૂરી હોય જેથી આરોપીને પ્રોહીબીશનના ગુનાના કામે હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોપવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!