Wednesday, January 8, 2025
HomeGujaratજાપાનનાં 'ધ શિપ ફોર વર્લ્ડ યુથ પ્રોગ્રામ' મા રંગપર ગામના ABVP કાર્યકર્તાની...

જાપાનનાં ‘ધ શિપ ફોર વર્લ્ડ યુથ પ્રોગ્રામ’ મા રંગપર ગામના ABVP કાર્યકર્તાની પસંદગી કરાઈ

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ની પૂર્ણકાલિન કાર્યકર્તા મયુરીબા ઝાલા ૨૦૧૮થી વિધાર્થી પરિષદ મા‌ સતત સક્રિય કાર્યકર્તા છે. હાલમા તેઓ કેન્દ્રીય કાર્યસમીતી સદસ્ય તથા કર્ણાવતી મહાનગરના વિભાગ સંગઠન મંત્રી તરીકે વિધાર્થીઓનુ પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. જેમની ‘ધ શિપ ફોર વર્લ્ડ યુથ’ કાર્યક્રમમા પસંદગી થઈ છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લાના રંગપર ગામમાંથી આવતા મયુરીબા ઝાલાના પિતા ડ્રાઈવર તરીકે ફરજ બજાવી પરીવાર નુ ગુજરાન ચલાવી રહ્યા છે. મયુરીબા એ પોતાનો અભ્યાસ પ્રાથમિક શાળા, રંગપર થી સર્વોદય સાયન્સ સ્કૂલ , રાજકોટ ખાતે થી પૂર્ણ કરી ને ઉચ્ચ અભ્યાસ GEC , રાજકોટ થી E.C એન્જિનિયિંગ પૂર્ણ કરેલ છે. ધ શિપ ફોર વર્લ્ડ યુથ’ કાર્યક્રમ ૨૪ જાન્યુઆરી ૨૦૨૪ થી શરૂઆત થવા જઈ રહી છે. જેમા જાપાન સહિત ૧૪ દેશોના યુવાનો સહભાગી થશે. જેમા ભારતમાથી ૧૧ સદસ્યોનુ પ્રતિનિધિ મંડળ ભાગ લેશે. એક મહીના સુધી આ કાર્યક્રમમાં યુવા શિક્ષા , પર્યાવરણ સંરક્ષણ, પર્યટન, યુવા સશક્તિકરણ, પરંપરા, સંસ્કૃતિ સંરક્ષણ અને નિરિક્ષણ સાથે જ ઈતિહાસ જેવા વિષયો પર પ્રશિક્ષણ અને સંવાદ થશે. તે પૂર્વ પણ બધા પ્રતિનિધિઓ ઓનલાઇન માધ્યમથી પણ ચર્ચા કરશે. આ કાર્યક્રમમાં ભારત, આર્જેન્ટિના, ઇથોપિયા, ફ્રાંસ ,આયર્લેન્ડ, જોરડન , કેન્યા , યુનાઈટેડ મેક્સિકન સ્ટેટસ , ન્યુઝીલેન્ડ, સોલોમોન આઇસલેન્ડ, તુર્કી, યુનાઇટેડ અરબ એમિરેટ્સ, રિપબ્લિક ઓફ ઝાબિયા અને જાપાન સહિતના દેશો સહભાગી થવાના છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!