Saturday, January 11, 2025
HomeGujaratઅમદાવાદ થી ભુજ પાલારા જેલમાં પાસાના આરોપીઓને લઈ જતી પોલીસ બસને નડ્યો...

અમદાવાદ થી ભુજ પાલારા જેલમાં પાસાના આરોપીઓને લઈ જતી પોલીસ બસને નડ્યો અકસ્માત

હળવદમાં વધુ એક આકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં અમદાવાદ થી ભુજ પાલારા જેલમાં પાસાના આરોપીઓને લઈ જતી પોલીસ બસને અકસ્માત નડ્યો છે. જેમાં બસની આડો કોઇ વાહન ઉતારતા તેને બચાવવા જતા બસ રોડના વચ્ચેના ડીવાઇડર ઉપર ચડી જતા અકસ્માત સર્જાયો હતો.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ગઈકાલે અમદાવાદ શહેરના એમ.ટી સેકશન શાહીબાગ હેડ કવાર્ટરમાં રહેતા જયપાલસિંહ બહાદુરસિંહ ઝાલા GJ-18-GA-3510 P-497 નંબરની અમદાવાદ એમ.ટી શાખાના સરકારી બસ લઈ અમદાવાદ થી ભુજ પાલારા જેલમાં પાસાના આરોપીઓ મુકવા જતા હતા. તે દરમિયાન હળવદ થી આગળ દેવળિયા ગામની ચોકડી પાસે રોડ ઉપર કોઇ વાહન આડુ ઉતરતા બસને બ્રેક મારતા બસ રોડના વચ્ચેના ડીવાઇડર ઉપર ચડી ગઈ હતી. ત્યારે બસ ડિવાઇડર ઉપર રહેલ થાભલા સાથે ટકરતા બસમાં આગળના ભાગે નુકશાની થતા સમગ્ર મામલે બસ ચાલક જયપાલસિંહ બહાદુરસિંહ ઝાલા દ્વારા હળવદ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ દાખલ કરાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!