સમગ્ર ગુજરાતમાં ટ્રક ચાલકો બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે. પરિણામે એક બાદ એક ટ્રક અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે. તા.૦૭/૦૨/૨૦૨૩ ના રોજ અણીયારી ટોલ પ્લાઝે ઉભેલ ટ્રકની પાછળ પુરપાટ ઝડપે આવતી અન્ય ટ્રક અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રકના ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચવા પામી હતી.
મળતી માહિતી અનુસાર, માળીયા-હળવદ નેશનલ હાઈવે પર અણીયારી ટોલ પ્લાઝે ગત તા.૦૭/૦૨/૨૦૨૩ ના સવારના આશરે આઠેક વાગ્યાના અરશામા અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં GJ-12-AZ-1606 નંબરના ટ્રકના ચાલક સોહનસિંહ પિથાસિહ (રહે.ટીકલીયા રૂપનગર અરનલી બીયાવર અજમેર (રાજસ્થાન))એ પોતાની ટ્રકને પુર ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી અણીયારી ટોલ પ્લાઝે લાઈનમા આગળ ઉભેલ GJ-12-BT-1199 નંબરના ટ્રકની પાછળ ઘુસાડી દેતા અકસ્માત સર્જાયો હતો. જેના કારણે સોહનસિંહ પિથાસિહને જમણા પગના પંજાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી તેમજ નાની-મોટી સામાન્ય ઈજાઓ પહોંચાડી હતી. જે સમગ્ર મામલે માળીયા મીં. પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.