Saturday, January 11, 2025
HomeGujaratવાંકાનેરમાં પુરપાટ ઝડપે જતી કારનાં ચાલકને જોકુ આવી જતા સર્જાયો અકસ્માત :...

વાંકાનેરમાં પુરપાટ ઝડપે જતી કારનાં ચાલકને જોકુ આવી જતા સર્જાયો અકસ્માત : એકનું મોત

વાંકાનેર બાઉન્ટ્રી પાસે ઓનેસ્ટ હોટલ પાસે ગત તા.૨૪/૦૯/૨૦૨૩ નાં રોજ આરોપીએ પોતાની સ્કોડા કાર પુર-ઝડપે ચલાવી ડ્રાઇવીંગ કરતા હોઇ તે દરમ્યાન તેને એકદમ જોકુ આવી જતા કાર પર કાબુ ગુમાવતા ફોરવ્હીલ રોડ પર સાઇડમાં પુલીયા પાસે ભટકાતા કારમાં બેસેલ ઈસમને માથામાં ગંભીર ઇજા તથા શરીરે ઇજા પહોંચતા મોત નીપજ્યું હતું. જ્યારે કાર ચાલક સહિત ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં પોલીસે ગુન્હો દાખલ કર્યો હતો..

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ, વાંકાનેર બાઉન્ટ્રી પાસે ઓનેસ્ટ હોટલ પાસે આવેલ એચ.પી. પેટ્રોલપંપ સામે ગત તા.૨૪/૦૯/૨૦૨૩ના રોજ GJ -07-DE-5499 નંબરના સ્કોડા ફોરવ્હીલના ચાલક અલ્કેશકુમાર રમણલાલ પટેલે પોતાના હવાલા વાળી ગાડી પુર-ઝડપે અને બેફિકરાઇથી ચલાવી ડ્રાઇવીંગ કરતા હોઇ તે દરમ્યાન તેને એકદમ જોકુ આવી જતા કાર પર કાબુ ગુમાવતા ફોરવ્હીલ કાર એકદમ રોડ પર સાઇડમાં પુલીયા પાસે ભટકાતા કારમાં બેસેલ ફરિયાદી વર્ષાબેન હિતેષભાઇ પટેલના પતિ હિતેષભાઇ કેશવભાઇ પટેલને માથામાં ગંભીર ઇજા તથા શરીરે ઇજા પહોંચાડી મોત નિપજાવી કારમાં બેસેલ નિલેશભાઇ ઇન્દ્રવદનભાઇ ત્રિવેદીને બંન્ને પગમાં ફેક્ચર અને શરીરે ઇજા તથા હિંમતભાઇ રેવાભાઇ પરમારને પગે અને હાથમાં ફેક્ચર કરી શરીરે ઇજા પહોચાડેલ હોઇ તથા ચાલક અલ્કેશભાઇએ કારને પલ્ટી ખવરાવી પોતાને છાતીમાં તથા કમરના ભાગે ફેક્ચર તથા શરીરે મુંઢ ઇજા પોહોચાડતા કાર ચાલક વિરૂદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરાયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!