Sunday, December 22, 2024
HomeGujaratટંકારાના જબલપુરના પાટીયા પાસે સરકારી કાર પલટી મારી અને બાઈક સાથે અથડાતા...

ટંકારાના જબલપુરના પાટીયા પાસે સરકારી કાર પલટી મારી અને બાઈક સાથે અથડાતા સર્જાયો અકસ્માત:બાઈક ચાલકનું મોત

ટંકારામાં અકસ્માતની ઘટના સામે આવી છે.જામનગર તરફથી આવતી સરકારી કાર પલટી મારી બાઇક સાથે અથડાતા મોટર સાયકલ સવારનું મોત નીપજ્યું હતું. જયારે કાર ચાલક ઈજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ગત રાત્રે જામનગર તરફથી આવતી GJ 3 G 1828 નંબરની સરકારી ગાડી જબલપુર પાટીયા પાસે ચાર માર્ગ ઉપર આવેલા ડિવાઈડર સાથે ધડાકા ભેર અથડાઈ હતી. જે બાદ રોગ સાઈડમાં પલ્ટી ખાઈ જતા ત્યાંથી પસાર થઇ રહેલ બાઈક સવાર સલિમ ઉશમાન ખેર (રહે મોટી સુધરોઈ નલીયા કચ્છ)ની બાઈક સાથે કારની ટક્કર થતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. ત્યારે બનાવની જાણ થતા જ ૧૦૮નાં પાઈલોટ કિશનસિહ અને ડોક્ટર વલ્લભભાઈ લાઠિયા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ગાડી સવાર સુરેશભાઈ પટેલ અને સલિમભાઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જો કે બાઈક ચાલકનુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જે સમગ્ર મામલે ટંકારા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!