Thursday, May 9, 2024
HomeGujaratમાળીયા(મી)ના વેણાસર ગામેથી ખેડૂતનું ટ્રેક્ટર તસ્કર હંકારી ગયા

માળીયા(મી)ના વેણાસર ગામેથી ખેડૂતનું ટ્રેક્ટર તસ્કર હંકારી ગયા

માળીયા(મી) તાલુકાના વેણાસર ગામે ખેડૂતે પોતાના વાડા બહાર પાર્ક કરેલ ટ્રેક્ટરની કોઈ અજાણ્યા ચોર ઈસમ દ્વારા ચોરી કરી હંકારી ગયાની ફરિયાદ માળીયા(મી) પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. હાલ પોલીસે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત માહિતી અનુસાર માળીયા(મી)ના વેણાસર ગામે રહેતા રાણાભાઇ દેવાભાઇ રાઠોડ એ માળીયા(મી) પોલીસ મથકમાં અજાણ્યા તસ્કર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ગત તા.૨૦ જાન્યુઆરીના સાંજના સુમારે રાણાભાઈએ પોતાનું સોનાલીકા કંપનીનું ટ્રેક્ટર રજી.જીજે-૧૩-એમ-૫૭૨૦ પોતાના વાડા બહાર પાર્ક કર્યું હતું ત્યારે બીજા દિવસે તા.૨૧ જાન્યુઆરીના રો સવારમાં જોતા જે જગ્યાએ ટ્રેક્ટર પાર્ક કર્યું હતું ત્યાં જોવામાં ન આવતા આ બાબતે ગામમાં તથા આજુબાજુમાં તપાસ કરતા ટ્રેક્ટર મળી આવેલ ન હોય ત્યારે રાણાભાઇ દ્વારા માળીયા(મી) પોલીસ મથકમાં ટ્રક્ટર ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા આરોપી વિરુદ્ધ ગુનો રજી. કરી અલ અલગ દિશામાં તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!