હળવદ પોલીસ સ્ટેશન ખાતે ખનીજ ખનન, વહન તથા ફરજમાં રૂકાવટના ગુન્હામાં છેલ્લા તેર માસથી નાસતા ફરતા કુખ્યાત આરોપીને મોરબી પેરોલ ફર્લો સ્કવોડ અને એલસીબીએ ઝડપી પાડ્યો છે.
મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે એલ.સી.બી. પીઆઈ એમ.આર.ગોઢાણીયાને સુચના આપતા એન.બી.ડાભી પોલીસ ઇન્સ્પેકટર તથા એલ.સી.બી.પીએસઆઇ એન.એચ.ચુડાસમાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડ મોરબી જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા કાર્યરત હતી તે દરમ્યાન મોરબી એલસીબી સ્ટાફને ખાનગી રાહે સંયુક્ત બાતમી મળેલ કે,હળવદ પોલીસ મથકના ગુનામાં તેર માસથી નાસતો ફરતો આરોપી રાજુ મંગલીયા બબેરિયા પીપળીયા ચાર રસ્તા ખાતે આવવાનો છે.જે બાતમી ને આધારે એલસીબી તેમજ પેરોલ ફર્લો સ્કોડ ના સ્ટાફના માણસો સાથે બાતમી મુજબના સરનામે વોચ ગોઠવતા કુખ્યાત આરોપી રાજુ મંગલીયા બબેરિયા(ઉ. વ.૩૦ હાલ રહે. ઝુંપડામાં ગામ.ગૌરીદડ તા.જી.રાજકોટ મુ.રહે.માછલિયાજીરી તા.જી જામ્બુઆ એમપી)વાળો મળી આવતા ઉપરોક્ત ફરાર આરોપીને ગત તા.૦૭/૦૯/૨૨ ના પકડી પાડી આગળની કાર્યવાહી અર્થે હળવદ પોલીસ સ્ટેશનમાં સોપી દેવામાં આવ્યો છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ ગુ.ર.નં.૫૨૨/૨૦૨૧ ખાણ અનીજ MMRD કલમ ૪(૧)(એ),૨૧(૧),૨૧(૫) તથા GM ની કલમ ૩,૨૧ તથા ઇ.પી.કો. કલમ-૧૮૬,૫૦૬(૨),૧૧૪ મુજબના ગુના નોંધાયેલ છે.
ઉપરોક્ત કામગીરીમાં મોરબી એલસીબી પીઆઇ એમ આર ગોઢાણીયા ,પીઆઈ એન.બી.ડાભી પીએસઆઈ એન.એચ ચુડાસમા , એ. ડી.જાડેજા તેમજ એલસીબી પેરોલ ફર્લો સ્કોડ,ટેકનિકલ AHTU નો સ્ટાફ જોડાયો હતો.