રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ તથા મોરબી જીલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠી તેમજ વાકાનેર ડિવીઝનનાં ડી.વાય.એસ.પી. સમીર સારડા દ્વારા પ્રોહી-જુગારની અસામાજિક પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા તથા નાસતા ફરતા આરોપીને પકડવા અંગે સખત સુચના આપવામાં આવેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન હળવદ પોલીસ દ્વારા હળવદ પોલીસ સ્ટેશનના વર્ષ ૨૦૨૦ ના પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને પાટણથી પકડી પાડવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી.વ્યાસની રાહબળી હેઠળ હળવદ પોલીસ સ્ટેશનની ટીમને ખાનગીરી રાહે મળેલ હકીકતના આધારે વર્ષ ૨૦૨૦ ના ગુનામાં નાસતા ફરતા આરોપી મહીપાલસિંહ જવાનસિંહ ઉર્ફે સેનસિંહ ભવરસિંહ ચૌહાણ (રહે. સાંચૌર તા.જી.સાંચોર (રાજસ્થાન))ને પાટણથી પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ કામગીરીમાં હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર આર.ટી.વ્યાસ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ દિનેશભાઇ હનાભાઇ બાવળીયા તથા સુરેશભાઇ વિપુલભાઇ ભદ્રાડીયા તથા હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર તથા પોલીસ કોન્સ્ટેબલ મનોજભાઇ ગોપાલભાઈ પટેલ જોડાયા હતા.